(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૬
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે આવેલા ભક્તિ નંદન સર્કલ પાસેના વિશાળ ગ્રાઉન્ડ ઉપર સ્વયંભૂ દરેક સમાજના લોકો પાસેના કન્વીનર હાર્દિક પટેલની સભામાં ઉમટી પડ્યા હતા.
ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલને પાસના સહિત દરેક સમાજના આગેવાનો દ્વારા આવકારી અને સ્વાગત કર્યું હતું. પાસના કન્વિનર હાર્દિક પટેલને સાલ, સાફો, તલવાર,, કુંડળી વાળી લાકડી સહિત ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વઢવાણ તાલુકાના કોઠારાયા ગામે ઢોલ તાસા, નગારા, સાથે ગામના અને સમાજના આગેવાનો દ્વારા વઢવાણ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
જ્યારે વઢવાણ પાસે ૧૦૦ જેટલા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા પાસના કન્વીનરો હાર્દિક પટેલનું સન્માન કરી અને આવકારી આગળ વધાવ્યા હતા. તો આ બાઈક રેલી વઢવાણના લેઉવા પાટીદાર સમાજના આદરણીય મોહનભાઈ પટેલના સ્વરાજ શો-રૂમ પાસેથી પસાર થતાં ફુલ પાદડીથી સમાજના રાહબરોને સન્માનિત કરાયા હતા.
વઢવાણ શહેરના જાહેર માર્ગો ઉપર ફરી બાઈક રેલી ભક્તિનંદન સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વઢવાણ પાસેના આજ વિસ્તારમાં હાર્દિક પટેલનું દરેક સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં સભામાં ભાજપ ઉપર આકરા પ્રહારો પાસના કન્વીનર હાર્દિક પટેલે કર્યા હતા.
જેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ખાસ કરીને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના વઢવાણના ધારાસભ્ય તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર આચર્યો જેના આંકડા સહિત વિગતો પ્રજા સમક્ષ મૂકી હતી. જ્યારે ભય ભૂખ ભ્રષ્ટાચાર વગરની આ સરકાર છે જ નહીં એમ જણાવી અને ખાસ જણાવ્યું હતું કે, મને ભય બતાવ્યો તો અનેક લોકોને ભૂખ્યા સુવાડયા અને ભ્રષ્ટાચારના આંકડા મારી પાસે છે. માટે આ સૂત્ર તે વરેલી આ સરકાર હાલમાં પ્રજા સામે ખૂલ્લી પડી ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગરં વઢવાણ અને એના ગામોનો વિકાસ વલોણા સમાન ગણાવ્યો હતો. દહીં ગાડીમાં લઈને જાવ ગામમાં આટોમારી આવો એટલી દહીની છાશ હાથે હાથે બની જવાની એવો આ વિકાસ સુરેન્દ્રનગરનો થયો છે. આ સભાને સફળ બનાવવા માટે તમામ ધર્મગુરૂઓથી લઈ અને તમામ સમાજના રાહબરોને સાથે રાખવામાં આવ્યા હતા. જેમાં મોહનભાઈ પટેલ, આર.જી.પટેલ, હિતેષભાઈ બજરંગ, વિરેન્દ્રભાઈ પટેલ અને અનેક પાટીદાર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે.