(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.રર
વઢવાણમાં આંગણવાડી કેન્દ્ર અને શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં સરકારી માલ બારોબાર સગેવગે કરી અને વેપારીઓના ભોંયરા-ગોડાઉન સુધી પહોંચાડી કાળી કમાણી કરતા હોવાનું લોકોમાં ચર્ચાય છે. વઢવાણ શહેરના લઘુમતી વિસ્તારમાં આંગણવાડી ચલાવતા ચાલતો હોય ત્યાં સરકાર દ્વારા તેલ, ગેસ, ચણા સહિતનો માલ આપવામાં આવે છે. જ્યારે આવેલો જથ્થો આંગણવાડીમાં બાળકોને ન ખવડાવી તેમજ આવતી સંખ્યા કરતા વધુ બતાવી વધુ પુરવઠો મેળવી અને ફાળવેલ પુરવઠામાં બચત કરી પોણા ભાગનો આ સરકારી માલ ખૂણા ખાંચરે મધ્યમ વર્ગના વિસ્તારોમાં ચલાવતા કરિયાણા વાળાની દુકાનના ગોડાઉન સુધી પહોંચી જાય છે. આ માલની રોકડી કરી લેવામાં સંચાલકો સંલચાલિકાઓને ભારે ફાવટ આવી ગયેલ હોવાનું વાલીઓમાં ચર્ચાય છે. આવા આંગણવાડી વર્કરોના કાળા કરતૂતો સામે પુરવઠા અધિકારીથી મામલતદાર, કલેક્ટર સહિતના લોકો કેમ બે ધ્યાન રહે છે ? એવી લોકચર્ચા ચાલેલ છે.
વઢવાણમાં માલ કયાં કયાં વેચાય છે જગ જાહેરમાં મોકલાય છે. સરકારી માલ ઉપર ગેરકાનૂની માલ ખરદનાર સામે વેચનાર સામે ગુનો બને છે છતાં ચાલે છે ?
વઢવાણ શહેરમાં ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં ફાળવાતો પુરવઠો અને બાળકોને આપવામાં આવતું સામાન્ય ભોજન માટેનો આવતો ફાળવેલો સરકારી આ માલનો જથ્થો દેયાળાવાડ-કસ્બા શેરી અને શિયાણીપોળ વગેરે વિસ્તારમાં સરકારનો ફાળવાયેલો માલ રાહત ભાવે દુકાનદારની દુકાન સુધી પહોંચતો કરવામાં આવતો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
ત્યારે માલ ઉતરતો હતો ત્યારે આ માલની હાલમાં ફોટોગ્રાફી કરવામાં આવી છે અને કોની લારીમાં કયાં કયાં માલ સપ્લાય કરવામાં આવે છે. કોણ આવા આ માલની ખરીદી કરે છે જેની તમામ વિગતો પણ જાણવા મળી છે. આમ છતાં આ તંત્ર લોકો જુએ છે છતાં તંત્ર જોતું નથી. કાં તો આંખ આડા કાન કરે છે તે વાત ચોક્કસ બહાર આવી છે. આ માલ લેવો ખરીદવો ગુનો બને છે. લેબલ લગાવ્યા છે. છતાં માલ સસ્તા ભાવે ખરીદી લેવાય છે. પાછળનું કારણ શું તપાસનો વિકલ્પ બન્યો છે ?