(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા,તા.ર૦
અમરેલી જિલ્લામાં હાલ વરસાદે મહેર કરી છે અને તમામ તાલુકા ઓમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે ખાસ કરીને જાફરાબાદ તાલુકામાં વરસાદ ૪૦ ઇંચથી વધુ પડતા હાલ વાઢેર ધારબંદર સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી અને તંત્ર પણ હાલ પહોંચી સહાય કરી રહ્યું છે ત્યારે ટીંબી ના છેવાડાના ગામ વડલીમાં ખૂબ તારાજી સર્જાઈ છે પરંતુ અહીં તંત્ર અને સામાજિક સંસ્થાઓ પહોંચવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરી વડલીમાં ૮થી વધુ મકાનો ધરાશાહી થયા છે અને બે પુલ પાણીનાં પ્રવાહમાં તણાઈ જતા જાફરાબાદ અને ટીંબી ઉના તરફ જવાનો રસ્તો સાતેક દિવસથી બંધ છે. જેથી અહીં સ્થાનિકોનું જીવન અસ્ત વ્યસ્ત બનવા પામ્યું છે. અહીં લોકોનું રાશન ખાલી થઈ જતા અહીંના સ્થાનિક પ્રવીણ ભાઈ સાંખત દ્વારા હીરા ભાઈ તેમજ અહીંના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલ જાફરાબાદ ઉના સહિત ગામોને જોડતો પુલ જ ધરાશાહી થયેલો છે. જેથી લોકોને જીવન નિર્વાહની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મનુભાઈ વાજા પ્રવીણભાઈ સાંખત જગુભાઈ સહિતની ટિમ હાલ લોકોની મદદ કરી રહી છે ત્યારે તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી થાય અહીંના ગામોને જોડતા પુલ સરખા થાય અને લોકોની જરૂરિયા પુરી થાય તેવું હાલ વડલીના લોકો ઇચ્છિ રહ્યા છે.