(સંવાદદાતા દ્વારા) વડનગર, તા.૧૭
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં જી.એમ.ઈ.આર. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા એક મોટી રેલી કાઢવામાં આવી હતી આ રેલી વડનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી અને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભ્યાન વ્યસન મુક્તિ જેવા અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં વડનગર રેલવે સ્ટેશન તાનારીરી પાસે આવેલું સ્મશાન શોપિંગ સેન્ટર તથા જુદી-જુદી જગ્યાએ સફાઇ કરવામાં આવી હતી જેમાં વડનગર નગરપાલિકા પ્રમુખ ગેમર જી ઠાકોર મહેસાણા, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ સુનીલ ભાઈ, મહેતા વિનોદભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. વડનગર સાર્વજનિક સ્મશાનમાં સફાઈ અભિયાન નો કાર્યક્રમ કર્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વડનગર સિવિલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું તથા આયુર્વેદિક મેડીકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો વડનગર સિવિલમાં બલ્ડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં કેક કાપી નરેન્દ્રભાઈનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. વડનગર તાલુકા હેલ્થ ઓફિસ અને વડનગર જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ દ્વારા સંયુક્ત પણ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું મેડિસન વિભાગ ઓર્થોપેડિક વિભાગ અને ગાયનેક વિભાગમાં દર્દીઓએ મહત્તમ લાભ લીધો હતો.