બાવળા, તા.૯
રોહિકા ચોકડી પાસે વાહન ચેકિંગ વેળા પોલીસે બે બાઈક ચોરને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યા હતા.
બગોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રોહિકા ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે બાવળા તરફથી બે ઈસમો અલગ અલગ બે બાઈક પર આવતા હતા જેમનું નામ પૂછતા નવઘણ મનસુખભાઈ, શૈલેષ મેરૂભાઈ બંને રહે દેવપરા ગામ, તા. લીંબડીના હોવાનું જણાવ્યું હતું. આ બાઈકો અંગે પૂછતા ગલ્લા-તલ્લા કરવા લાગતા અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેની બંને બાઈકના ચેચીસ એન્જિન નંબર આધારે સરકારના પોકેટકોપ એપ્લીકેશનની સર્ચ કરી તપાસ કરતાં એક બાઈક બાવળા પો.સ્ટે.ની હદમાંથી પીળું બાઈક જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પો.સ્ટે.ની હદના ગડુ ગામેથી ચોરાયાની જાણકારી મળી હતી. જેની બંને બાઈક તથા મોબાઈલ મળી કુલ રૂા.૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.