(એજન્સી) નેબલસ,તા.૪
વેસ્ટબેન્કમાં સોમવારે વહેલી સવારે ઇઝરાયેલી દળોએ ૧૭ પેલેસ્ટીનીઓના અપહરણ કર્યાં હતાં. સૂત્રોએ જણાવ્યા અનુસાર કબજા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે ઇઝરાયેલી દળોએ ૧૭ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી હતી. ઇઝરાયેલી દળોએ એક પેલેસ્ટીની યુવકનું તેના નિવાસ સ્થાનેથી તથા બીજા પેલેસ્ટીની યુવકનું તેના કાર્ય સ્થળેથી અપહરણ કર્યું હતું. વસાહત વિરોધી કાર્યકર બશર-અલ-કાર્યોતીએ જણાવ્યું કે ઇઝરાયલી દળોએ કાર્યોત નગરમાં પેટ્રોલિંગ કર્યું હતું. અને તેમણે તે વિસ્તારમાં ટીયરગેસના શેલ છોડ્યાં હતાં. ટીયરગેસના શેલના કારણે અનેક મહિલાઓ અને બાળકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઇ હતી. ઘાયલ થયેલા નાગરિકોની સારવાસ માટે રેડ ક્રેસન્ટના તબીબી સહાયકો ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં. આઇઓએફે કલકિસ્યાના પૂર્વીય શહેર કફ્ર કદમમાંથી પણ પાંચ પેલેસ્ટીનીઓના અપહરણ કર્યાં હતાં, જેમાં ૧૬ વર્ષીય સુભી મંસૌર અને ૧૫ વર્ષીય સાલાહ મંસૌર નામક બે ભાઇઓનો સમાવેશ થાય છે. તે જ સમયે આઇઓએફે પૂર્વીય બેરતા શહેરમાં પણ ધસી જઇને એક પેલેસ્ટીની નાગરિકનું અપહરણ કર્યું હતું. તેઓ મુખ્યમાર્ગને બંધ કરી દે તે પહેલાં જવાનોએ અસ્થાયી ચેકપોઇન્ટ પર શોધખોળ શરૂ કરી દીધી હતીં,જ્યાં પેલેસ્ટીનીઓ પર સધન નિરીક્ષણ રાખવામાં આવે છે.