રાજકોટ,તા.૧૮
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના કાંધેવાળીયાની સગર્ભા વહુ પર સાસુએ કેરોસીન છાંટી સળગાવી દીધાનો બનાવ સામે આવ્યો છે. ગત શનિવારના રોજ બનાવ બન્યો હતો, પ્રાથમિક સારવાર જસદણ હોસ્પિટલમા લીધી હતી જ્યારે તબીયત વધુ લથડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રસોઇ બનાવામાં મોડુ થતા સાસુએ વહુ પર કેરોસીન છાંટી સળગાવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સાસુની ધરપકડ કરી કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.
વીંછિયાના દેવીપૂજક પરિવારનો કિસ્સો સામે આવ્યો છે. જમવાનું બનાવવાનું મોડુ થયું તેવી નજીવી બાબતે સાસુ જમનાબેને ગોરાવા વહુ લતાબેનને કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી હતી. વહુ લતાબેન ૭૫ ટકા જેટલા બળી ગયા હતા. જો કે તેને દોઢ માસનું ગર્ભ પણ છે હાલ તેના પર જોખમ લાગી રહ્યું છે. પીડિતાની તબિયતમાં સુધારો થાય તો ગર્ભના રિપોર્ટ પણ કરવામા આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ ગર્ભ પર પણ જોખમ હોવાનું મનાઇ રહ્યું છે. વીંછિયા પોલીસે સાસુ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.