(એજન્સી) કોચિ, તા.રર
આજે કોચી ખાતે દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભારતનો ઈતિહાસ એવા લોકોથી ભરપૂર છે તેમેણ માનવ જાતિને આધુનિક જ્ઞાન આપ્યું હોય. જેમાં એવા સર્જનોનો પણ સમાવેશ થાય છે. જેમણે પ્રાચીનકાળાનં ગંભીર ગણી શકાય તેવી તબીબી પ્રક્રિયા જેમ કે મોતિયાનું ઓપરેશન પ્લાસ્ટિક સર્જરી વગેરેને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાચીન ભારતમાં સર્જનો ઉપરાંત વિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓ, ફિઝિશિયન્સ, કેમિસ્ટ, ધાતુવિજ્ઞાનીઓ, ખગોળશાસ્ત્રીઓ અને અનેક સંશોધનકર્તાઓએ માનવ જાતિને આધુનિક જ્ઞાનથી વાકેફ કરાવી હતી. કોચીથી ૪પ કિ.મી.ના અંતરે આદિ શંકારાચાર્યના જન્મસ્થળ કલેડી ખાતે યુવા વિજ્ઞાનીઓના સત્કાર સમારંભમાં બોલતા નાયડુઓ ઉક્ત વાત જણાવી હતી. તેમણે આ પ્રસંગે આર્યનિટ્ટા, પીંગલા, શ્રમમગુપ્તા, ભાસ્કર, વરહામીહીરા, ચર્ક અને શુશ્થાના નામો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતે વિશ્વને ‘શૂન્ય’ની અને દ્વિસંગી પદ્ધતિની શોધ કરી આપી.