(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો થયું છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના બુધવારે સાંજે મેડિકલ સમાચાર જાહેર કર્યું હતું. એમણે કહ્યું કે વાજપેયીને હજુ થોડા વધુ દિવસો હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. એમનું ઈન્ફેકશન નિયંત્રણ હેઠળ છે. કીડની પણ સામાન્ય રીતે કામ કરી રહી છે. એમને ઈંજેકશનો દ્વારા એન્ટીબાયોટિક્સ આપવામાં આવી રહ્યા છે. ડોક્ટરોએ વધુમાં જણાવ્યું કે, એમની ઉપર દવાઓની અસર થઈ રહી છે. એમની સારવાર કરતા ડો. રણદીપ નિર્ણય કરશે કે એમને ક્યારે રજા આપવાની છે. અટલબિહારી વાજપેયીના ખબર અંતર પૂછવા રાહુલથી લઈ મોદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. એ પછી નેતાઓનું આવાગમન ચાલુ જ છે. મોદીએ વાજપેયી અને એમના કુટુંબીજનો સાથે વાતચીત કરી હતી.