પર્થ, તા.૧ર
મેદાનની બહાર દારૂકાંડના વિવાદમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અહિંયા શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ જીતી એશીઝ સિરીઝમાં પુનરાગમન કરવા ઉતરશે જ્યારે આ મેદાન પર ૧૯૭૮થી તેનો વિજય થયો નથી. ઓસ્ટ્રેલિયા પાંચ મેચોની સિરીઝમાં ર-૦થી આગળ છે અને કાલથી વાકા પર શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ જીતી સિરીઝ પોતાના નામે કરવા ઉતરશે ગત સપ્તાહ ઈંગ્લેન્ડની ટીમ મહિનામાં ત્રીજા દારૂ સાથે જોડાયેલા વિવાદ સામે ઝઝુમતી રહી. ઈંગ્લેન્ડે વાકામાં ૩૯ વર્ષથી વિજય મેળવ્યો નથી અને પર્થમાં છેલ્લી સાત ટેસ્ટ ભારે માર્જિનથી ગુમાવી છે. બેટ્‌સમેન બ્રેન ડેકટને એન્ડરસન સાથે જીભાજોડી બાદ તેના માથા પર દારૂ ઢોળવાના કારણે બે મેચો માટે પ્રતિબંધ કરી દેવાયો છે. ઈંગ્લેન્ડના મોઈનઅલીએ કહ્યું કે બાળકો અને યુવા આપણને જોઈ રહ્યા છે અને સમાચાર સાંભળી રહ્યા છે. જેથી અમારૂં વર્તન સારૂં હોવું જોઈએ. મેદાનની બહારનું વર્તન સારૂ કરવાની જરૂર છે.