ડભોઇ તાલુકાના શીરોલા ગામે પ્રવેશ દ્વાર પાસે પ્રાથમીક શાળા આવેલી છે. જેમા ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ તો સુંદર અને બહાર થી સારી દેખાતી આ શાળા બનાવા પાછળ શિક્ષકો નો ફાળો રહ્યો હોઇ તેમ દ્રશ્યમાન થાય છે. પણ અંદરની વાતો કેમેરામાં ભારે ચકચાર મચાવે તેવી તસ્વીરો કેદ થઇ હતી શાળાના જ વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા સફાઇ કામ કરાવામા આવતું હોઇ પત્રકારો ત્યા પહોચ્યા ત્યારે શાળાના બાળકો શૌચાલય અને બાથરૂમ સાફ કરતા નજરે પડ્યા હતા. આ વાત ની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા વાલીઓમા ભારે રોષ ફેલાયો હતો. ડભોઇ તાલુકાના શીરોલા ગામે ધોરણ ૧ થી ૮ ના વર્ગો ધરાવતી પ્રાથમીક શાળા આવેલી છે. આ શાળામા આશરે ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સર્વ શિક્ષા અભીયાન અંતર્ગત દરેક ગામોમા સરકરી શાળાઓમાં સારૂ શિક્ષણ બાળકોને મળી રહે અને શાળાઓ સ્વચ્છ રહે તે માટે ગ્રાંટો ફાડવતી હોય છે પણ શિરોલા ગામની શાળાના આચર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણની હાસી ઉડે તે રીતે નાના નાના બાળકો પાસે શૌચાલય અને બાથરૂમમો મા સફાઇ કરાવાના દાખલા મીડીયાના કેમેરામા કેદ થઇ ગયા હતા. આ અંગે વિદ્યાર્થીને પુછવામા આવ્યુ ત્યારે તેણે જ્ણાવ્યુ કે રોજે રોજ અલગ અલગ વિદ્યાર્થીઓની ટીમો બનાવી શાળામા આ રીતે સફાઇ કરવાની જવાબદારી આપવામા આવી છે તો બીજી તરફ શાળા આચાર્ય કાલીદાસ એસ. બારીયા ને પુછતા તેઓ એ વિદ્યાર્થીઓ પાસે માત્ર પાણી બહાર કઢાવીયાનું જ્ણાવ્યુ હતું.