વાપી, તા.૧
મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જિલ્લામાં તા.૨ થી ૮મી ઓક્ટોબર, ૨૦૧૮ દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહનું ઉદ્‌ઘાટન તા.૨/૧૦/૧૮ના રોજ સવારે ૭-૦૦ કલાકે સ્ટેડિયમ રોડ, ગાંધી લાયબ્રેરી ખાતે કરવામાં આવશે. જ્યારે સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓના સહયોગથી પોસ્ટર પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકગીત, નશાબંધી સંમેલન, મહેંદી, વકતૃત્વ-ચિત્ર-ભજન સ્પર્ધાઓ પણ યોજાશે. સપ્તાહની પૂર્ણાહુતિ અવસરે તા.૮/૧૦/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર વાઘલધરા ખાતે દારૂના દ્રવ્યનું દહન નામક વિશેષ કાર્યક્રમ યોજાશે.
વલસાડ જિલ્લામાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન છે પરંતુ વલસાડ જિલ્લો સમગ્ર ગુજરાતમાં દમણથી સમગ્ર ગુજરાતમાં ઈંગ્લીશ દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરીમાં વલસાડ જિલ્લાની સરહદો કાયમ વપરાય છે. વલસાડ જિલ્લાના પોલીસ તંત્ર કરતા આર.આર.સેલ. ગુજરાત પોલીસ દ્વારા બાતમીના આધારે વોચ રાખીને સૌથી વધુ પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડે છે. ત્યારે વલસાડ જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે જે તા.૨ થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેથી અને ગાંધીબાપુની ઈજ્જતની ગંભીરતા સમજીને વલસાડ જિલ્લામાં ગાંધી જયંતિ સપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારનો ઈંગ્લીશ દારૂ પસાર ના થાય અને કડક પગલાં લેવામાં આવશે તો આ નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સાર્થક ગણાશે.