(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના કડોદરા- ચલથાણ ગામથી સુરત જતા નહેરવાળા રોડ પર એક મારૂતિવાનના ચાલકે પૂરપાટ ઝડપે પોતાના વાન હંકારી સ્કૂલ બસને ટક્કર મારી પલટી ખવડાવતા વાન ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચલથાણથી સુરત તરફ જતા નહેરવાળા રસ્તા પર એમ.એમ.-૪૭-એન-૧૨૫૧ નંબરના મારૂતિવાનના ચાલકે પોતાની મારૂતિવાન પૂરપાટ ઝડપે હંકારી સામેથી આપતી સ્કૂલ બસ નંબર જીજે-૫-બીયુ-૨૭૨૫ ને ટક્કર મારતા પોતાની મારૂતિવાન પલટી ખાઈ જતા વાન ચાલકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવથી જાણ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અજયભાઈ અંબરભાઈ આહિરે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી વાન ચાલકને પીએમ કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.