ગાંધીનગર,તા.ર૬
૬૯મા વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી આવતીકાલ તા.ર૭મી જુલાઈ ર૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.
રૂદ્રમાતા સાઈટ ભૂજ ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાનાર આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ‘રક્ષકવન’નો લોકાર્પણ સમારોહ યોજાશે. આ વેળાએ આદિજાતિ વિકાસ, પ્રવાસન વનમંત્રી ગણપતસિંહ વસાવા, શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, વન રાજયમંત્રી રમણલાલ પાટકર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિર પણ ખાસ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૬૯માં વન મહોત્સવ અંતર્ગત ૩૩ જિલ્લા, ૮ મહાનગરપાલિકા, ર૪૧ તાલુકા અને ૪પ૦૦ ગામોમાં જનભાગીદારી થકી વનમહોત્સવની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. ૮૦૦ નદીકાંઠાના ૮પ૦થી વધુ સ્થળો ઉપર ૪૦ લાખ રોપા વાવેતરની કામગીરી હાથ ધરાશે સાથે સાથે શહેરી વિસ્તારમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપવા પ૦ લાખ રોપાઓ ફાળવવામાં આવશે વનવિભાગ દ્વારા ફળાઉ આયુર્વેદિક, સુશોભીત અને અન્ય રોપાઓ મળી કુલ ૯૭૭ લાખ રોપાઓનું રાજયસભરમાં વિતરણ કરાશે.