સાવરકુંડલા,તા.ર૧
સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી હજુ ચાલુ છે પણ મગફળી રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા થયા છે. જેથી અમરેલી જિલ્લાની સાવરકુંડલા એપીએમસી ખાતે એપીએમસીમાં ખેત જણસો લઈને આવતા ખેડૂતોને ખેતજણસો ક્યાં રાખવી તે મુશ્કેલી સર્જાઈ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું APMC સેન્ટરમાં સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદીનું સેન્ટર છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી સંગ્રહ કરવાનું ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્લા ૨૦થી ૨૫ દિવસથી સાવરકુંડલા એપીએમસીમાં સરકારે ખરીદેલ ટેકાના ભાવની મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ૨૦ વિઘાના એપીએમસીમાં ક્યાંય જગ્યા બાકી નથી તેટલી મગફળીની ગુણીઓ ખડકાતા હવે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જગ્યાનો અભાવ થયો છે. જેથી એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડિયા જણાવે છે કે હવે જો ટેકાના ભાવની ખરીદીની મગફળીના ગોડાઉનની વ્યવસ્થા નહિ કરવામાં આવે તો અહીં રેગ્યુલર ખેત જણસો લાવતા ખેડૂતોને આગામી દિવસોમાં તકલીફ પડશે અને ખેડૂતો પોતાનો જણસો કયાં રાખશે તે પ્રશ્ન છે ત્યારે સરકાર દ્વારા સાવરકુંડલા સેન્ટર પર ૪ હજાર આસપાસના ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા છે. હાલ ૫૦% ખેડૂતોની સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લીધી છે. હાલ એપીએમસીમાં ૧૧ હજાર ગુણીઓ ખડકાઈ ગઈ છે પણ ગોડાઉનના અભાવને કારણે ઢગલા મગફળીના થયા છે પણ ટૂંકા દિવસોમાં આ મગફળી ગોડાઉનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ થવાનો આશાવાદ ગોડાઉન મેનજર વ્યક્ત કરે છે પણ એપીએમસીના સેક્રેટરી પણ આખું ૨૦ વિઘાનું યાર્ડ ટેકાના ભાવની મગફળીથી ભરાઈ જતા ખેત જણસો લઈને આવતા ખેડૂતોને મુશ્કેલી થતી હોવાનું જણાવે છે