વાંકાનેર,તા.૧૯
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસી-સીએએનો કાયદો પસાર કરાતા તેના દેશભરમાં ઘેરા પડઘા પડયા છે અને ઠેર-ઠેરથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. અમે લોકો ઠેર-ઠેર રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. જેમાં ગુજરાતમાં પણ વિરોધનો લાવા ઉકળી રહ્યો છે અને વિરોધ પ્રદર્શનો જઈ રહ્યા છે. એનઆરસી-સીએએનો ઉગ્ર વિરોધ કરતા વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા તથા તમામ નાગરિકો વતી ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને આખી આ કાયદો વિરોધ દર્શાવ્યો છે અને સીએએને બંધારણ વિરોધી ગણાવ્યું હતું. આ કાયદો ભારતના બિનસાંપ્રાદાયિક બંધારણનું પાલન કરતું નથી જે ગેરકાયદેસર છે જેની આ સીએએ કાયદો રદ કરી પાછો ખેંચવા માંગ કરી છે.