વાપી, તા.૨૪
વાપી જીઆઈડીસીના હન્ડ્રેડ શેડમાં હાઈટેક ઈન્કસ પ્રા.લિ. આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ કંપની સંચાલકો અને આસપાસમાં આવેલ અન્ય કંપની સંચાલકો, કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગને પગલે કંપનીમાં હાજર કામદારો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતાં. આગના ધૂમાડાના ગોટેગોટા આશરે ત્રણેક કિલોમીટર સુધી પણ નજરે પડયા હતાં. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી જીઆઈડીસી-નોટીફાઈડ, વાપી ટાઉન, ઉમરગામ તથા ખાનગી કંપનીઓથી ફાયર ગાડીઓ સાથેની ફાયર વિભાગ ટીમ આવી પહોંચી હતી. આશરે ૧૫ થી વધુ ફાયર ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો હતો.