(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
શહેરના વરાછા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં ભ્રુસ્કો મારી આપઘાત કરી લીધો હતો.જેની લાશને ફાયરે બહાર કાઢી પોલીસને તેનો કબજો સોપ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સીમાડા વિસ્તારની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષિય સની ઘનશ્યામ દેવાણી ગેરેજનું કામ કરતો હતો. આજે સવારે અચાનક સની ઘરેથી નીકળી સવજી કોરાટ બ્રિજ પર આવીને તાપી નદીમાં ભૂસ્કો માર્યો હતો. આ બનાવ અંગે અન્ય રાહદારીઓ દ્વારા ફાયર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્ટાફની મદદથી નદીના પાણીમાં શોધખોળ કરી હતી. ભારે મહેનત બાદ પાણીમાંથી લાશને બહાર કાઢીને કાપોદ્રા પોલીસની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તબીબો દ્વારા સની દેવાણીને મૃત જાહેર કર્યો હતો. સનીની લાશને તેના ભાઈ ચિરાગ દ્વારા ઓળખી બતાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.