(એજન્સી) વારાણસી,તા.રપ
કોંગ્રેસે વારાણસી બેઠક પર મોદી સામે પીંડરાના ધારાસભ્ય અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. ર૦૧૪માં અજય રાયે ૭પ,૬૧૪ મત મળ્યા હતા. પહેલા નંબરે મોદીને પ,૧૬,પ૯૩ અને બીજા નંબરે કેજરીવાલને ર,૦૯,ર૩૮ મતો મળ્યા હતા. પરંતુ ર૦ વર્ષથી વિધાનસભામાં અજય રાયનું ચલણ છે. તેઓ બાહુબલી ઉમેદવાર છે કયારેક આ બેઠક ડાબેરીઓનો ગઢ હતી. પરંતુ ર૦ વર્ષથી અજય રાયે એવી જમાવટ કરી કે તેમણે કોઈ હરાવી શકતું નથી. ર૦૧રમાં નવા સીમાંકન સાથે બેઠકનું નામ કોલઅસલા બદલી પીંડરા રખાયું હતું. જે વારાણસી સંસદીય સીટમાં આવે છે. ૧૯૯૬માં અજય રાયે ભાજપના ઉમેદવારને હરાવ્યો હતો. ત્યાર બાદ ર૦૦ર,ર૦૦૭માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા, ર૦૦૯માં અપક્ષ તરીકે જીત્યા, ગઈ ચૂંટણીમાં તેમણે બસપાના ઉમેદવારને હરાવ્યો. ગઈ ચૂંટણીમાં રાયને પર હજાર મત મળ્યા હતા. જયારે જયપ્રકાશ (બસપા)ને ૪૩ હજાર મત મળ્યા હતા. અજય રાયે પીંડરા બેઠક પાંચ વાર જીતી હતી. અહીના મતદારો કહે છે કે અજય રાયે સમાજના દરેક વર્ગો માટે કામ કર્યું છે. તેઓ દરેક સમાજમાં લોકપ્રિય છે.

કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે વારાણસીમાં પ્રિયંકા ગાંધી ઉમેદવાર હોત તો મોદીને હરાવી દેત

(એજન્સી) મુંબઈ,તા.રપ
કોંગ્રેસે વારણસી બેઠક પર અજય રાયએ ટિકિટ ફાળવતાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળોનો અંત આવ્યો હતો. ર૦૧૪માં પણ કોંગ્રેસે વારણસીમાં અજય રાયએ ટિકિટ ફાળવી હતી. જયારે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને પત્રકારોએ પૂછયું કે કયા મુદ્દાઓને લઈને તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકશો ? રાયે કહ્યું કે મોદીએ વારણસીએ બીજુ કયોટા બળાવવાનું વચન આપ્યું હતું. તેમજ નવા રોજગાર ઉભા કરવા ખાત્રી આપી હતી. પરંતુ તેમાંથી કાંઈ થયું નથી. ફેકટરીઓ ઉભી કરવાની વાત કરી હતી. માત્ર રોડ અને હોસ્પિટલમાં ચાઈનીઝ લાઈટો જોવા મળે છે. કાશી વિશ્વનાથ કોરીડોરના નામે કાશીની વિરાસતનો કર્યો અનેક મકાનો ધ્વંશ કર્યા. બનારસના વિકાસના નામે સ્થાનિકોની અવગણના કરાઈ પરંતુ કાશીના લોકો સંતુષ્ટ છે. અજય રાયે કહ્યું લોકોને જખ્મ લાગ્યો છે. લોકો સામે ખોટા કેસો બદલ તેમને આઘાત લાગ્યો છે. તેથી તેઓ બોલતા નથી. ચૂપ છે ૧૯ મે એ વારણસીની જનતા ચુકાદો આપશે. પ્રિયંકા ગાંધીની વારણસીથી ચૂંટણી લડવાની યોજના હતી. તેનું શું થયું ?
અજય રાયે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં આવ્યા હોત તો મોદી હારી જતા તમે ગઠબંધન અંગે શું વિચારો છો ? રાયે કહ્યું કે ગઠબંધન ભાજપએ મદદરૂપ છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત પહેલાં તેમને ઉમેદવાર કેમ ગોઠવી દીધો ?
કઈ કોમ કોંગ્રેસના ટેકામાં આવશે ? રાયે કહ્યું કે અમે બ્રાહ્મણ, ભૂમિહાર, બંને ગરીબોના મત મેળવીશું.