(એજન્સી) મુંબઇ,તા.૨૧
એઆઇએમઆઇએમના ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણનો હેટ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટિ્‌વટરાતી રીપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામી અને ભાજપના ઘણા અન્ય અગ્રણી નેતાઓ સાથે વારિસ પઠાણના ફોટા શેર કરી રહ્યા છે. કર્ણાટકના ગુલબર્ગામાં ૧૫મી ફેબ્રુઆરીએ યોજાયેલી સીએએ વિરોધી રેલીમાં બોલતા પઠાણને એક વીડિયોમાં જોઇ શકાય છે. ટિ્‌વટર પર સર્વ પ્રથમ ન્યૂઝ એજન્સી દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પઠાણને એમ કહેતા સાંભળવામાં આવે છે કે જડબાતોડ જવાબ કેવી રીતે આપો, એ અમે શીખી લીધું છે પરંતુ અમારે એકતામાં આગળ વધવું પડશે. અમારે આઝાદી મેળવવી પડશે અને કહેવાથી કંઇક ન મળી શકે તો અમે તેને છીનવી લઇશું. એ સમય હવે આવી ગયો છે.
ટિ્‌વટર પર દેવેન્દ્ર ફડણવીસ, અર્નબ ગોસ્વામી, વારિસ પઠાણ, ભાજપ-મીડિયા-એઆઇએમઆઇએમ ભાઇ ભાઇ જેવી ટિપ્પણીઓ સાથે ફોટા શેર કરવામાં આવ્યા છે. ટિ્‌વટર પર હેશ ટેગ સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભૂલ કરશો નહીં, વારિસ પઠાણ ભાજપનો એજન્ટ છે. દિલ્હીની ચૂંટણીઓમાં ઘોર પરાજય થયા બાદ ભાજપ શાહીન બાગના વિરોધ પ્રદર્શનને હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી ગણાવવા અને કોમવાદી એંગલ આપવા માટે તેની બી ટીમ એઆઇએમઆઇએમનો ઉપયોગ કરી રહ્યો છે. એક ટિ્‌વટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભાજપ વારિસ પઠાણની સ્પીચનો શાહીન બાગના દેખાવકારોને બદનામ કરવા અને અમને વિભાજિત કરવા માટે ઉપયોગ કરશે. દરમિયાન, જાહેર આક્રોષનો સામનો કરી રહેલા પઠાણે એક નિવેદન જારી કર્યું છે અને તેમાં જણાવ્યું કે તેમને ખોટી રીતે ટાંકવામાં આવ્યા છે. ગુલબર્ગાની જાહેર સભામાં તેમણે કરેલા નિવેદનને સંપૂર્ણ પણે ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે. પઠાણ વારંવાર અર્નબ ગોસ્વામીના રીપબ્લિક ટીવી પર ડિબેટ શો માં દેખાય છે. અમે ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ પર ભારે પડીશું તેવું ભડકાઉ નિવેદન આપનાર ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રવક્તા અને મુંબઈના ધારાસભ્ય રહી ચુકેલા વારિસ પઠાણ સામે પૂણેમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ ભાજપ સહિતના બીજી પાર્ટીના નેતાઓ પણ હવે વારિસ પઠાણના નિવેદન સામે આકરા નિવેદનો કરી રહ્યા છે.