(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાત પર મહેરબાની કરતા ૯૦ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા તાલુકામાં આજે દિવસ દરમિયાન સાત ઈંચથી વધુ, અંકલેશ્વરમાં પાંચ ઈંચથી વધુ પડ્યો છે જ્યારે છેલ્લા ર૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મીમી ૬ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં પાંચ ઈંચથી વધુ જ્યારે વધઈ અને શહેરામાં પણ પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭-૦૦ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ધનસુરા તાલુકામાં ૧૨૦ મી.મી., ભીલોડામાં ૧૧૫ મી.મી., ખેરગામ-સતલાસણામાં ૧૧૨ મી.મી., ખંભાતમાં ૧૦૯ મી.મી., વાંસદામાં ૧૦૫ મી.મી. અને વલસાડમાં ૧૦૧ મી.મી., ડાંગમાં ૯૯ મી.મી. મળી કુલ આઠ તાલુકામાંઓમાં ચાર ઈંચથી વધુ અને આણંદ-વડોદરા તાલુકામાં ૯૭ મી.મી., અમીરગઢમાં ૮૮ મી.મી., ખેડબ્રહ્મામાં ૮૬ મી.મી., બોરસદમાં ૮૧ મી.મી., પેટલાદ-ગોધરામાં ૮૦ મી.મી., ધરમપુરમાં ૭૬ મી.મી., મેઘરજમાં ૭૫ મી.મી., વિજયનગરમાં ૭૪ મી.મી., બાયડમાં ૭૩ મી.મી., મોડાસા-ખાનપુરમાં ૭૨ મી.મી. મળી કુલ ૧૩ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઈડર તાલુકામાં ૬૯ મી.મી., ધોલેરામાં ૬૭ મી.મી., ચીખલી-પારડીમાં ૬૫ મી.મી., આંકલાવ-કપરાડામાં ૬૩ મી.મી., વડાલી-તારાપુરમાં ૬૨ મી.મી., બેચરાજી-માલપુરમાં ૬૧ મી.મી., છોટાઉદેપુર-દેવગઢબારિયામાં ૬૦ મી.મી., ખેરાલુ-બાવળામાં ૫૮ મી.મી., મોરવાહડફ-વીરપુરમાં ૫૫ મી.મી., બાલાસિનોરમાં ૫૩ મી.મી., વડગામમાં ૫૨ મી.મી., પાલનપુર-ગણદેવીમાં ૫૦ મી.મી., કપડવંજમાં ૪૯ મી.મી. મળી કુલ ૨૦ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જયારે અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આજે સાંજે ૬ વાગ્યા સુધી ઉમરપાડામાં સાત ઈંચ જેટલો, અંકલેશ્વરમાં પાંચ ઈંચ, નેત્રંગ, સાગબારા, હાંસોટ, દાહોદમાં ચાર ઈંચથી વધુ, લીમખેડા, વધઈ, સતલાસણા, માંડવી, માંગરોળ અને કપરાડામાં ર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.