(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેર-જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદી ઝાપટા નોંધાયા છે. જ્યારે સાંજ સુધી વઘઈમાં ત્રણ ઈંચ અને વાપી-કપરાડામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. પરંતુ છુટો છવાયો વરસાદ થયો છે. ગત ચોવીસ કલાક દરમ્યાન સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં ઝરમર ઝાપટા થયા છે. જેમાં સૌથી વધુ વરસાદ સાપુતારામાં ૨૦મીમી, કપરાડામાં ૧૬મીમી, નવસારીમાં ૧૫મીમી, જલાલપોરમાં ૧૪મીમી થયો છે. સુરત શહેર જિલ્લા સહિત અન્ય તાલુકાઓમાં ઝાપટા નોંધાયા છે. આજે સાંજે ચાર વાગ્યા દરમ્યાન સૌથી વધુ વરસાદ વઘઈમાં ૬૦મીમી, કપરાડામાં ૨૯મીમી, વાપીમાં ૨૩મીમી, ગણદેવીમાં ૨૯મીમી, વાપીમાં ૨૩મીમી, ગણદેવીમાં ૧૭મીમી, વાંસદા-પારડીમાં ૧૫મીમી, આહવામાં ૧૩મીમી વરસાદ નોંધાયો છે. સવારથી વાદળછાયુ વાતાવારણ છવાયેલુ છે. પરંતુ ઝાપટા સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી.