(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો.જ્યારે દિવસ દરમ્યાન મેઘરાજાનો ઉઘાડ યથાવત્‌ રહ્યાં હતો.પરંતુ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં બે ઈંચ, ધરમપુરમાં દોઢ ઈંચ વઘઈમાં દોઢ ઈંચ અને સુરત શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સતત વરસાદનો વિરામ યથાવત રહેતા હથનુર ડેમમાંથી પાણીનો ડીસ્ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની સપાટી ૩૧૬.૦૫ ફૂટ અને આવક ૩૩૧૬૭ કયુસેક નોંધાઈ છે.સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ગતરાત્રિના સમયે ઝરમર વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં ૧૦ મીમી, કામરેજમાં ૧ મીમી, મહુવામાં ૪ મીમી, ઓલપાડમાં ૧ મીમી, પલસાણામાં ૩ મીમી અને સુરત શહેરમાં ૨૩ મીમી વરસાદ થયો હતો. આજે સવારથી મેઘરાજાએ વિરામ યથાવત રાખ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. ઉમરગામમાં ૪૮ મીમી, ધરમપુરમાં ૩૩ મીમી, કપરાડામાં ૧૩ મીમી, વઘઈમાં ૩૨ મીમી, આહવામાં ૧૪ મીમી, વાંસદામાં ૧૬ મીમી, ખેરગામમાં ૧૨ મીમી, ડોલવણમાં ૧૦ મીમી જેટલો વરસાદ થયો છે આજે સવારથી શહેર- જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરાત્રે આગાહી મુજબ ઝરમઝર વરસાદ નોંધાયો હતો, પરંતુ આજે સવારથી મેઘરાજાએ વિરામ યથાવત રહ્યાં છે. વાદળછાયુ વાતાવરણ છવાયુ છે, પરંતુ વરસાદ વરસ્યો નથી.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં નજીવો વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં સતત ત્રણ-ચાર દિવસથી વિરામ નોંધાયો છે. ગત ચોવીસ કલાક દરમિયાન ટેસ્કામાં ૧ મીમી, લખપુરીમાં ૧ મીમી, ચીખલધરામાં ૫ મીમી, બુરહાનપુરમાં ૨ મીમી, ગીરનામાં ૧ મીમી, દહીગામમાં ૧ મીમી, સાવખેડામાં ૧ મીમી, સાગબારામાં ૪ મીમી, જેટલો નજીવો વરસાદ થયો છે ૨૧ ગેજસ્ટેશનમાં કુલ ૧૫ મીમી સરેરાશ ૦.૭૩ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજની સપાટી ૨૧૧.૩૩૦ મીટર અને તાપી નદીમાં ૧૭૧૮૦ કયુસેકનો ડિસ્ચાર્જ નોંધાયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે રૂલ લેવલ ૩૩૫ ફૂટ નક્કી થઇ છે. જેની સામે આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈની સપાટી ૩૧૬.૦૫ ફૂટ નોંધાઈ છે. ડેમમાં ૩૩૧૬૭ કયુસેકની આવક થઈ રહી છે ઉકાઈની સપાટીમાં ધીમી તિએ વધારો થઈ રહ્ના છે.