(એજન્સી) કેરળ, તા.૩૧
કેરળમાં લગભગ ત્રણ દિવસથી છવાયેલ વરસાદ હવે કર્ણાટકના તટિય ક્ષેત્રો અને તામિલનાડુ તરફ આગળ વધ્યો છે. આગામી ૪૮ કલાકમાં ઉત્તર-પૂર્વીય રાજ્યો તરફ વધવાની શક્યતાઓ છે. હવામાન ખાતાએ કર્ણાટકના કોડણુમાં આગામી ર૪ કલાકમાં પ૧ એમએમ વરસાદની આગાહી કરી છે. મેંગ્લુરૂમાં વર્ષ ૧૯૮રનો રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો છે. મોટાભાગે મેંગ્લુરૂમાં ૧૬૮.૬ મીમી વરસાદ નોંધાતો હતો જે મે મહિનામાં ૩૪૦ મીમી વરસાદ નોંધાયો છે. ૬ જૂન સુધીમાં વરસાદ ગોવા અને મહારાષ્ટ્રમાં પહોંચવાના સંકેતો છે. જુલાઈ દરમિયાન દેશભરમાં (એલપીએ) ૧૦૧ ટકા જ્યારે ઓગસ્ટ દરમિયાન ૯૪ ટકા વરસાદનું અનુમાન છે. ઉત્તર-પશ્ચિમ ભારતના રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થવાના તારણ છે જ્યારે મધ્યભારતમાં એલપીએ ૯૯ ટકા, દક્ષિણમાં ૯પ ટકા અને ઉત્તર-પૂર્વ ભારતમાં એલપીએ ૯૩ ટકા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.