(એજન્સી) મુંબઈ, તા.રપ
મુંબઈમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વરસાદી વાદળો આકાશમાં છવાયા છે જે અઠવાડિયામાં બીજીવાર જોવા મળ્યા હતા. પરંતુ વરસાદ પડ્યો નથી. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. તેમજ ચોમાસા પૂર્વેના કોંકણ પટ્ટીમાં હળવા ઝાપટા પડશે. જે ઉત્તર કર્ણાટકથી તામિલનાડુ સુધી રહેશે. કેરળના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં વરસાદી વાદળો જોતાં ર૯ મેથી ૩૦ મે સુધીમાં વરસાદ થવાની વકી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ર૯ મેના રોજ કેરળને ટકરાશે. ત્યારબાદ ત્રણ દિવસ પછી કર્ણાટક તરફ આગળ વધશે. મુંબઈમાં વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.