નવીદિલ્હી,તા.૪
ઉત્તર ભારતમાં જયાં ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધુ છે ત્યાં પૂર્વોત્તરમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેધાલય નાગાલેન્ડ સહિત પૂર્વોત્તરના અનેક રાજયોમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ભારતમાં ચોમાસુ આવવાની સાથે જ અનેક વિસ્તારોમાં તેજ વરસાદ થઇ રહ્યો છે પરંતુ ઉત્તતર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.
ઉત્તર ભારતમાં જયાં ભારે ગરમી અને બાફથી લોકો પરેશાન છે જયારે કર્ણાટકમાં તેનાથી ઉલટ તેજ વરસાદ લોકોનની પરેશાનીનો પાઠ બનેલ છે. કર્ણાટકમાં સતત થઇ રહેલ વરસાદથી ગત ૨૪ કલાકમાં પાંચ લોકોના મોત નિપજયા છે. અહીં અનેક વિસ્તારોમાં સાત સેમી વરસાદ થયા બાદ પુર જેવી સ્થિતિ બની ગઇ છે. નદી અને નાળાનું જળ સ્તર વધી ગયુ છે પાકને પણ નુકસાન થયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણની નજીક તમામ રાજયો બંગાળની ખાડી આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પહોંચી ગયા છે.
ઉત્તર ભારતમાં ગરમીથી રાહત મળી છે પરંતુ આંધીની આફત સતાવી રહી છે હવામાન વિભાગે ચેતવણી જારી કરતા કહ્યું છે કે તમિલનાડુ તેલંગણા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ઝારખંડ બિહાર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ગોવા, કર્ણાટકના અંદરના ભાગ અને કિનારાના આંધ્રપ્રદેશમાં આંધી તોફાનની સાથે વરસાદ થઇ શકે છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણના લગભગ તમામ રાજયો બંગાળની ખાડી,આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પહોંચી ગયુ છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં ચોમાસુ ત્રિપુરા મેઘાલયના કેટલાક ભાગો પશ્ચિમ બંગાળના હિમાલયી ક્ષેત્ર તરફ સિક્કમ પહોંચી જશે
આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી જારી કરતા કહ્યું કે આગામી બે દિવસમાં યુપીના ૧૩ જીલ્લામાં તોફાન અને ધૂળ ભરેલ આંધીનો ખતરો બનેલ છે યુપીના બાંદા,ચિત્રકુટ ફતેહપુર, હરદોઇ શાહજહાંપુર પીલીભીત રામપુર બરેલી મુરાદાબાદ બિઝનોર મેરઠ,મુઝફફનગર અને સહારનપુર જીલ્લામાં આંધી તોફાનનો ખતરો છે.
એ યાદ રહે કે શુક્રવારે અને શિનિવારે આવેલ આંધી અને તોફાનમાં યુપીના અનેક જીલ્લામાં તબાહી મચાવી હતી. તોફાન અને આંધીને કારણે ૧૭ લોકોના મોત નિપજયા હતાં જયારે ૧૧ લોકોને ઇજા થઇ હતી.
ત્રણ દિવસ વરસાદ અને કરા બાદ ઉત્તરાખંડમાં તાપમાં એકવાર ફરી ઉપર ગયુ હતું. અને ગવામા વિભાગના કેન્દ્રના નિદેશક વિક્રમસિંહે જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે દહેરાદુન, હરિદ્વાર,પૌડી નૈનીતાલ અને ઉધમસિંહ નગર જીલ્લામાં આંધી આવવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને તોફાન આવવાથી અહીં હવામાનમાં ઠંડક આવી છે જયારે પાકોને નુકસાન થયુ છે. પ્રદેશમાં ગત ચાર દિવસોથી અનેક જગ્યાઓ પર વરસાદથી તાપમાનમાં ઘટાડાની સાથે રાજયના મોટાભાગના ઉંચાઇ પર આવનારા ક્ષેત્રોમાં ઠંડી વધી ગઇ છે જેથી આ ક્ષેત્રોમાં જુનનો તાપથી લોકોને રાહત થઇ હતી. પ્રદેશમા ંકુદરતના કરિશ્માએ વનોની આગ લગાવવાની ગતિ પર રોક પણ લગાવી દેવામાં આવી છે. આથી અમૂલ્ય વન સંપદા રાખ થવાથી બચી રહી છે. દરમિયાન મુંબઇમાં ચોમાસાના પહેલા અઠવાડીયા દરમિયાન છેલ્લા ૭૨ કલાકમાં વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત નિપજયા છે. તેમાંથી મોટાભાગના મોત પાણીમાં ડુબી જવાથી થયા છે.બોરીવલીની ઇમૈકુલેટ કોન્સ્પેશન કોલોનનીના એક પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકો રત્નાગિરીના એક પિકનિક વચ્ચે ગઇકાલવે બપોરે ડુબી ગયા હતાં. હવામાન વિભાગની ચેતવણીને નજર અંદાજ કરી આ લોકોએ પાણીમાં પ્રવેશ કર્યો પરંતુ અચાનક તે અરબ સાગર અને બીચની સાથે બનેલ એક ભંવરમાં ફસાઇ ગયા હતાં
થાણે નિવાસી ભાઇ બેન આનંદ ગુપ્તા અને નંજિની ગુપ્તાનું મોત ભુલથી પાણીથી ભરેલ એક ખાડામાં પડી જવાથી થયુ હતું. તેને સીવેજ પાઇપલાઇન લગાવવા માટે ખોલવામાં આવ્યું હતું.