(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૮
અમરેલીના જાણીતા ઔદ્યોગિક રત્ન, કેળવણીકાર તથા લક્ષ્મીગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન વસંતભાઈ ગજેરા દ્વારા સંચાલિત લક્ષ્મીડાયમંડ હોસ્ટેલમાં રહીને પટેલ સંકુલમાં અભ્યાસ કરતી તમામ જ્ઞાતિની માતા-પિતા વિહોણી દીકરીઓની લક્ષ્મી ડાયમંડ હોસ્ટેલના લવાજમના પ૦ % ફી લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા, ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સહાય કરવામાં આવશે.વતનના રતન વસંતભાઈ ગજેરા દ્વારા સંચાલિત વાત્સલ્યધારા ગજેરા વિદ્યાભવન, સરીગામ વિદ્યાપીઠ, શાંતાબા એન્જિ.કોલેજ તથા ટૂંક સમયમાં શરૂ થનાર શાંતાબા મેડિકલ કોલેજ, મોબાઈલ હોસ્પિટલ, આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક, આર્થિક આરોગ્યમાં સહાય, એક હજાર કરતા પણ વધારે નિરાધાર-અનાથ બાળકોને દત્તક લઈને કારકિર્દી ઘડવાનું પવિત્ર કાર્ય સહિતની સેવા પ્રવૃત્તિ કરતા વસંતભાઈ ગજેરા દ્વારા અમરેલી જિલ્લાની તમામ જ્ઞાતિની કેળવણીની પ્રવર્તમાન સ્થિતિ તથા જરૂરિયાત કેન્દ્રમાં રાખીને કન્યા કેળવણીને ઉત્તમ બળ પુરૂ પાડવામાં આવશે. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત તથા લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન દ્વારા લક્ષ્મી ડાયમંડ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તમામ જ્ઞાતિની માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર, પુનઃ ફી ભરવાના માનવતાવાદી અભિગમ તથા પગલાંને જિલ્લાભરમાંથી આવકાર સાપડ્યો છે. સેવા રત્ન વસંતભાઈએ જણાવ્યું હતું કે, માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર મારા પોતીકા જિલ્લાની દીકરીઓના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો મને આનંદ છે.