(એજન્સી) નવી દિલ્હી, તા.૨
પાકિસ્તાન કિક્રેટ ટીમના પૂર્વ કુશળ ખેલાડી અને કેપ્ટન વસીમ અકરમે એડિલેડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમ્યાન નબળી ફિલ્ડીંગ બદલ પાકિસ્તાની ક્રિકેટરોની ટીકા કરી હતી. અકરમે જણાવ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓ ખૂબ બેજવાબદાર રીતે રમ્યા હતા અને ઘણી નબળી ફિલ્ડીંગ કરી હતી. ડેવિડ વોર્નરની ત્રેવડી સદીની મદદથી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૫૮૯ રન બનાવ્યા હતા.
અકરમે મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓના પ્રદર્શન સામે નારાજગી વ્યક્ત કરી હતી. અકરમે જણાવ્યું હતું કે, યાસીર શાહ અને શાહ મસૂદ સંભવતઃ બગાસા ખાઈ રહ્યા હતા. પાકિસ્તાની ક્રિકેટરોની આ સમસ્યા છે અકરમે જણાવ્યું હતું કે શાહિન આફ્રિદી કાલ્પનિક વિશ્વમાં જ્યારે અન્ય ક્રિકેટરો બગાસા ખાઈ રહ્યા હતા.આ ટેસ્ટમાં વોર્નરે એડિલેડ અને સૌથી વધુ રન ફટકારવાના ડોન બ્રેડમેનના ૮૮ વર્ષ જૂનો વિક્રમ તોડયો હતો. વર્ષ ૧૯૩૧-૩૨માં બ્રેડમેને ૨૯૯ રન બનાવ્યા હતા.
શાહીન આફ્રિદી કલ્પનાઓમાં હતો જ્યારે અન્યો બગાસાં ખાઈ રહ્યાં હતા : વસીમ અકરમે પાકિસ્તાની કિક્રેટરોની ટીકા કરી

Recent Comments