(એજન્સી) તા.૨
જેવી રીતે અમેરિકાના ફરગ્યુસન (મિસૌરી)માં સામાન્ય નાગરિકો પોલીસની ક્રૂરતા વિરુદ્ધ માર્ગો પર ઊતરી આવ્યા હતા અને તેઓએ મહિલાઓના વસ્ત્રો પહેરીને હથિયારધારી પોલીસ વાહનોને પડકાર્યા હતા એવી રીતે ભારતમાં પણ કેટલીક મહિલાઓ માર્ગો પર ઊતરી આવી હતી અને તેમણે જામિયા મિલિયા યુનિવર્સિટી, નવી દિલ્હીમાં પોલીસની ક્રૂરતાને પડકારી હતી. જે રીતે પોલીસવાળા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ક્રૂરતા આચરી રહ્યા હતા તેવી જ રીતે આ વિદ્યાર્થીનીઓએ તેમનો સામનો કર્યો હતો.
જે રીતે અમેરિકામાં આચરાયેલી પોલીસની ક્રૂરતા તરફ સમગ્ર દુનિયાનું ધ્યાન આકર્ષાયું હતું એવી જ રીતે ભારતમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો દરમિયાન પોલીસે દેખાવકારો વિરુદ્ધ જેવી ક્રૂરતા આચરી છે તેના પર સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. અહીંયા ભારતીય પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો અહીં સામાન્ય પોલીસવાળા પાસે હથિયાર નહીં પણ લાકડી હોય છે. જોકે માનવાધિકારો મામલે પોલીસની ક્રૂરતાને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું નથી એ પણ ભારતમાં, આ દુર્ભાગ્યપૂર્ણ છે.
એવું નથી કહી રહ્યાં કે ભારતીય નાગરિકોએ પોલીસની હિંસાનો સામનો કર્યો પરંતુ હાંસિયામાં ધકેલાયેલા લઘુમતી સમુદાયના લોકો વિરુદ્ધ પોલીસે આ ક્રૂરતા આચરી હતી. તેમની વિરુદ્ધ દમન ગુજાર્યુ. જ્યાં મળી ગયા ત્યાં તેમની સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી. તેમને ટોર્ચર કર્યા અને દુષ્કર્મની ધમકીઓ પણ આપી દીધી. અમે સામાન્ય પોલીસ દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતાની વાત કરી રહ્યાં છીએ. અહીંયા કોઈ વિશેષ દળ કે સ્ક્વોડ દ્વારા કરાયેલી કાર્યવાહીની વાત નથી ચાલી રહી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨માં મધ્યભારતમાં પોલીસદળોની કાર્યવાહીમાં ૧૭ જેટલાં સ્થાનિક ભારતીય આદિવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે પણ મોટાપાયે માનવાધિકારોનો ભંગ થયો હતો. સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે વસતીની દૃષ્ટિએ પણ ભારતની જેલની પદ્ધતિ પણ ભેદભાવ કરનારી છે. તે આર્થિક રીતે પછાત, નબળાં, લઘુમતીઓ અને નીચલી જાતિના લોકો તરફ વધુ દમનકારી છે.