(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૦
આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. બીજી તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત્‌ છે. સોમવારે (૧૦ સપ્ટેમ્બર) પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૩ પૈસા વધીને ૮૦.૭૩ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં ૨૨ પૈસા પ્રતિ વધીને ૭૮.૮૩ રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૮.૧૨ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત ૭૭.૩૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.