અમરેલી, તા.૬
અમરેલીમાં દિવાળી પૂર્વે રાત્રી દરમ્યાન વેપારીઓ પોતાની દુકાનો સાફ સફાઈ કરતા હોવાથી પોલીસ દ્વારા તેમને અટકાવી દુકાનો બંધ કરાવી દેવાનું જણાવી કનડગત કરતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં દિવાળીનાં છેલ્લા દિવસોમાં બજારોમાં લોકોની ખરીદીની ભીડ વધી રહી છે અને વેપારીઓને દિવસ દરમ્યાન ઘરાકી હોવાથી પોતાની દુકાનોમાં સફાઈ કરવાનો સમય મળતો નથી ત્યારે વેપારીઓ પોતાની દુકાનો સફાઈ કરવાનો સમય રાત્રીના મળતો હોવાથી વેપારીઓ પોતાની દુકાનો રાત્રીના સફાઈ કરતા તેમને પોલીસ દ્વારા અટકાવી રોફ જમાવી દુકાનો બંધ કરવાનું કહે છે શહેરમાં હત્યા અને ચોરીના ગુના ડિટેકટ થતા નથી અને શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરાતી નથી શહેરમાં પેટ્રોલિંગ થતું નથી ત્યારે માત્ર વેપારીઓની દુકાનો બંધ કરાવી પોલીસ રૂઆબ જમાવી રહી છે જેથી વેપારીઓ પોલીસની આ કામગીરીથી નારાજ થયેલ છે.
પોલીસ દ્વારા વેપારીઓને જાણે મોટા ગુનેગાર હોઈ તેમ વર્તન પોલીસ દ્વારા કરવામાં આવે છે શહેરમાં હાલ દિવાળીની ખુબ ઘરાકી હોવાથી હરિરોડ, ટાવર રોડ, શાકમાર્કેટ, લાઈબ્રેરી રોડ રાજકમલ ચોકમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે ત્યાં પોલીસને ટ્રાફિકને લગતી સમસ્યા હલ કરવી નથી માત્ર રાત્રીના દુકાનો બંધ કરાવી વેપારીઓને કનડગત કરવામાં આવે છે.