(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
જીએસટી વિભાગે એક પરિપત્ર બહાર પાડીને વિલંબથી જીએસટીઆર ૩- રિટર્ન ભરનારા વેપારીઓની ઓકટોબર -૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ સુધીની લેટ ફી માફ કરવાની જાહેરાત કરી છે. સુરતના કેટલાક વેપારીઓને તેનો લાભ મળશે. પરંતુ તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આ લાભ વેપારીઓને મળશે કે જેઓ ટેનીકલ ખામીઓના કારણે ૧૭ ડિસેમ્બર સુધીમાં જૂની ઈનપુટ ટેકસ ક્રેડિટ માટેનું ટ્રાન્સ-૧ ફોર્મ ભરી શક્યા નહોતા.
જીએસટી લાગુ થા બાદ શરુઆતથી વેપારીઓ અને કેટલીક વેપારી સંસ્થા આ માંગણી કરી રહ્યા હતા. ટ્રાન્સ-૧ ફોર્મ નહીં ભરી શકવાના કારણે આ વેપારીઓના જીએસટીઆર-૩ બી ફોર્મ પણ ભરવા શક્ય નહોતાં. જોકે વેપારીઓ આ રાહતથી મોટા લાભ થાય તેવું માનતા નથી વેપારીઓનું કહેવું છે કે સરકારે આપેલી રાહત સામાન્ય છે જણાવે છે કે બહુ મોટી સંખ્યામાં વેપારીઓને તેનાથી લાભ નહીં મળે. દેશભરમાં વેપારીઓ દ્વારા પેનલ્ટી માફ કરવાની માગણીને ધ્યાનમાં લઈ સરકારે ત્રણ દિવસ પહેલાં નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે જે વેપારીઓ ૨૭ ડિસેમ્બર સુધીમાં ટ્રાન્સ-૧ ફોર્મ ભરી શક્યા નહોતા પરંતુ ૧૦મે સુધીમાં તે ભરી દીધું હોય તેમણે લેટ ફીમાં માફીનો લાભ મેળવવા માટે ૩૧ મે સુધીમા ઓકટરોબર મહિનાથી એપ્રિલ મહિલા સુધીના જીએસટીઆર-૩ બી રિટર્ન ભરવાનો નિર્દેશ આપ્યા છે જો કે હવે વેપારીઓ રિફંડની માગણી કરી રહ્યા છે તેમનું કહેવુ છે કે એવા હજારો વેપારીઓ છે જેમણે લેટ ફી સાથે જીએસટીઆર-૩ બી રિટર્ન ફાઈ કર્યા છે. તેમના વિશે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ સરકારે તેમની લેટ ફી રિફંડ કરવી જોઈએ. પોર્ટલની ટેકિનકલ ખામીના કારણે જે વેપારીઓ ટ્રાન્સ-૧ ફોર્મ ભરી શક્યા નહોતા તેમણે જૂની ઈનપુટ ટેકસ ક્રેડિટ ગુમાવવાનો વખત આવ્યો હતો અને વિવિધ રાજ્યોમાં તેની સામે વિરોધ થયો હતો, અને અનેક વેપારીઓએ વિરોધ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દેશભરમાં વેપારીઓ જીએસટીના કાયદો સરળ કરવા અને રિટર્ન સંખ્યા ઓછી કરવાની માગંણી કરી રહ્યા હતા. જીએસટી વિભાગે પેનલ્ટી માફ કરવાની કરેલી જાહેરાતથી તેમને આંશિક રાહત મળનાર હોવાનું જાણવા મળે છે.