(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૪
મોરબી શહેરમાં જીએસટી કાયદો અમલમાં આવ્યાને ૧૬-૧૬ મહિના વીતવા છતાં હજુ પણ ઓનલાઇન કનેક્ટિવિટી સર્વરના ધાંધિયા યથાવત રહેતા જીએસટી પ્રોફેશનલો દ્વારા નેશનલ કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલની રચના કરી સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે અને આજે આ સંગઠનની મોરબી પાંખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જટિલ જીએસટી કાયદાને સરળ બનાવવા માંગ ઉઠાવાઈ હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીએસટી અમલના ૧૬ મહિના પછી પણ નેટવર્ક ઠેરના ઠેર છે ભારતમાં સરળ જીએસટીની તાતી જરૂરિયાત હોવાનું જણાવી હાલનો જીએસટી કાયદો ખુબ જ જટીલ હોવાનું અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટિલરીતે કરવામાં આવતું હોવાનો પ્રોફેશનલો દ્વારા જણાવાયું હતુ વધુમાં અધિકારીઓની સત્તા અને સિસ્ટમની નબળાઇ વચ્ચે વેપારીઓની હાલત કફોડી થઈ ગયેલ છે અને જીએસટી કાયદાના અમલના ૧૬ મહિના પછી વેપારીઓ અમુક વ્યવહાર કરતાં પહેલા વકીલોને પૂછવા જવું પડે તેવી સ્થિતિમાં સમયમર્યાદામાં ઉપરા ઉપરી એકપછી એક પત્રકો ભરવાની જોગવાઈ દૂર કરવા માંગ કરી હતી ઉપરાંત સતત થઈ રહેલ બદલાવ અને આકરા દંડના કારણે સરળ બનાવવામાં આવેલો કાયદો વેપારીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે અને તેથી પણ આગળ વેપારીઓ વતી કામ કરતા પ્રોફેશનલો સરકારની સિસ્ટમ સામે રીતસરના ઝજૂમી રહ્યા છે અને સિસ્ટમની નાકામયાબીને હિસાબે વેપારીઓને પૂર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકોનેક રજૂઆતો વાર તહેવારે કરી રહ્યા છે પરંતુ અનેક રજુઆતો ૧૬ મહિના પછી પણ ઠેરની ઠેર રહેતા તેઓએ આજે જીએસટી કાઉન્સીલના ચેરમેન વતી મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપી મુશ્કેલીઓથી અવગત કરાવવામાં આવ્યા હતા વધુમાં ય્જી્‌ નેટવર્ક ઉપર અંદાજે દોઢ લાખ રિટર્ન ફાઈલ થઈ શકે છે જેની સામે દેશમાં ય્જી્‌ ન ધરાવતા વેપારીની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે કેપેસિટી વધારવી જોઈએ જેથી વેપારીઓ સરળતાથી પોતાના કાર્યો કરી છે અને લેટ ફી થી બચી શકે.