(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૮
વેરાવળ ખાતે પટણી જમાતના હોલમાં ગ્રામ્ય મુસ્લિમ સમાજના પ્રમુખને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયેલ. જેમાં શહેર-તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. ગ્રામ્ય મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે મહંમદભાઈ તવાણીની વરણી કરાતા તેમને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ ગીર-સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રમુખ ફારૂકભાઈ મૌલાના તથા વેરાવળ પટણી જમાતના પ્રમુખ ગફારભાઈ ચાંચિયા દ્વારા વેરાવળ ખાતે યોજાયેલ હતો. આ તકે હાસમભાઈ મુસાગરા, અબુભાઈ તાઈ, સુલેમાનભાઈ ઘડા, હાજી શકીલ, સીડોકરના સરપંચ સતારભાઈ, છાપરીના જાદવભાઈ, ચમોડાના હબીબભાઈ, હસનાવદરના ઈસ્માઈલ, સુપાસીના ગનીભાઈ, મરૂઢાના મહંમદ પીરા, દાઉદી વ્હોરા સમાજના જેનુલ આબેદીન, સલીમભાઈ અગવાન, હાજી અનુ, સતાર બાલી સહિતના હાજર રહેલ હતા જ્યારે યુસુફભાઈ પાકિજા, હનીફભાઈ બાઘડા, જાવીદભાઈ તાજવાણી, હાજી એલ.કે.એલ., ગફારભાઈ ચાંચિયા, મહંમદભાઈ તવાણી, ફારૂક મૌલાના સહિતના એ મુસ્લિમ સમાજ એકતા સાથે આગળ વધે અને અન્ય સમાજો સરકારી લાભો મેળવી રહેલ છે તેવી જ રીતે મુસ્લિમ સમાજ માટે સતત જાગૃત રહેતા મહંમદભાઈ તવાણીની ગ્રામ્ય મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકેની વરણીને બિરદાવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન ઈમરાન જમાદારે કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.