વેરાવળ તા.ર૪
વેરાવળ ખાતે પટની સમાજના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા મુસ્લીમ સમાજના આગેવાનોને સીએએ એનઆરસીના કાયદા વિશેની જાણકારી આપી હતી તેમજ વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં મુસ્લીમ સમાજ દ્વારા સ્વેચ્છાએ કામ ધંધા બંધ રાખી આવેદન પત્ર પાઠવી શાંતિ અને ભાઇચારો જાળવી રાખતા તેની નોંધ લેવાઈ હતી.
દેશભરમાં સીએએ તથા એનઆરસી વિરૂદ્ધ રોષ જોવા મળી રહેલ છે તેમજ દેશભરમાં વાતાવરણ તંગ હોય ત્યારે વેરાવળ-પાટણ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનોની કુનેહપૂર્વક સ્વૈચ્છાએ બંધ પાડી આવેદન પત્ર આપી શાંતિપૂર્વક વાતાવરણ બનાવી અને પોલીસ તંત્રની સાથે રહીં શાંતિ જાળવેલ તે માટે વેરાવળનાપટની સમાજના હોલમાં ગીર સોમનાથ જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એ.એસ.પી. અમિતવસાવા, પી.આઇ. એન.જી. વાઘેલા, એલ.સી.બી.ના અધિકાર ચૌહાણ, એસ.ઓ.જી.ના અધિકાર સોનારા સહિતના પોલીસ સ્ટાફ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં અનવરભાઇ ચૌહાણ, હાજી ફારૂકભાઈ મૌલાના, જાવીદભાઈ તાજવાણી, મહમદભાઇ તવાણી, અબુભાઇ તાઇ,ફારૂકભાઇ પેરેડાઇઝ, પ્રભાસ પાટણનાનુરદિનભાઈ, યુસુફભાઇ પાકીઝા, હારૂનભાઇશેખ, હાજીભાઇ એલ.કે.એલ., રફીકભાઇ મૌલાના, ડારીના સરપંચ ઇરફાન બાનવા, હસનભાઇ કુરેશી, ફારૂકભાઇ આકાણી, હસનભાઈ ચૌહાણ, હનીફભાઇ ચૌહાણ, હનીફબાપુ શાહમદાર, યુસુફભાઇ ઝાગા, સલીમભાઇ આરાધના, વલીભાઈ વોરા, અખ્તરભાઈ પટની સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન ફારૂકભાઈ બુઢિયાએ કરેલ હતું.
ગીર સોમનાથના એસ.પી. રાહુલ ત્રીપાઠીએ ઉપસ્થિત આગેવાનોને સી.એ.એ. અને એન.આર.સી. વિશે માહિતી આપતાં જણાવેલ કે, દેશમાં આસામમાં સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ રહેલ છે અને ભારતમાં એન.આર.સી.ની અમલવારી થઇ નહીં હોવાનું જણાવી એન.આર.સી વિશે જાણકારી આપેલ હતી તેમજ મુસ્લિમ અગ્રણીઓએ આ કાયદા વિશે ચર્ચાઓ કરેલ હતી.
વેરાવળ-પાટણ જોડિયા શહેરમાં શનિવારે મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છાએ દુકાનો બંધ રાખી આવેદન પત્ર પાઠવામાં આવેલ તે દરમ્યાન આગેવાનો તેમજ પોલીસ તંત્રની કુનેહપૂર્વકની કામગીરીથી શાંતિ જળવાઈ રહેલ હતી ત્યારે આજના કાર્યક્રમમાં એસ.પી. રાહુલ ત્રિપાઠીનો જન્મ દિવસ હોવાથી ઉપસ્થિત આગેવાનોએ પુષ્પગુચ્છ આપી લાંબુ આયુષ્ય આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.