(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
દૂધમાં મિલાવટ તથા અશુદ્ધતાની છાશવારે ઉડતી ફરિયાદોને લઈ સરકાર દ્વારા દૂધની ગુણવત્તા ઉપર દેખરેખ રાખવા સહિતના હેતુસર ‘‘વેરીફાઈડ મિલ્ક વેન્ડર્સ’’ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના દૂધ ઉત્પાદકોને ઓળખપત્ર આપવામાં આવશે. એટલે કે, હવેથી દૂધ સપ્લાય કરતાં દૂધ ઉત્પાદકો થકી સારી ગુણવત્તાવાળું દૂધ અપાય છે કે કેમ તેની વોચ રાખી શકાશે. નાગરિકોને ગુણવત્તાલક્ષી શુદ્ધ દૂધ મળી રહે તે આશયથી દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં એક નવી સ્કિમનું FSSAI દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશભરમાં ગુજરાત ‘‘રો-મિલ્ક સપ્લાયર્સ’’ને ઓળખપત્ર આપતુ પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં દૂધની ગુણવત્તા પર દેખરેખ તથા અન્ય સહાય આપવાના હેતુસર શરૂ કરવામાં આવેલી આ યોજના ‘વેરીફાઇડ મિલ્ક વેન્ડર્સ’ થકી રાજ્યના ૪૦ લાખ દૂધ ઉત્પાદકોને ઓળખપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડીયા (FSSAI) દ્વારા ગુજરાતમાં હોટલ-રેસ્ટોરન્ટમાં ગુણવત્તાલક્ષી ખોરાક માટે હાઇજિન રેટિંગ સ્કિમનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.કોશિયાએ જણાવ્યું છે કે, રાજયના આશરે ૪૦ લાખ દૂધ ઉત્પાદકોને કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં દૂધની ગુણવત્તાની ચકાસણી માટે લેકટોમીટર પણ આપવામાં આવશે. ખાસ કરીને આ સ્કિમ રો મિલ્કની ગુણવત્તા પર દેખરેખ માટેની અગત્યની સ્કિમ છે. આ કાર્યક્રમમાં હ્લજીજીછૈં દ્વારા રાજયના તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર, શાળાઓ વિગેરેમાં ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે માટે ‘‘હાઇજિન રેટિંગ સ્કિમ“ પણ લોન્ચ કરવામાં આવી હતી. જે હેઠળ રાજ્યના આશરે ૫૦ હજાર જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર તથા શાળાઓ વિગેરેને આવરી લેવામાં આવશે. હાઇજીન રેટીંગ સ્કિમ અંતર્ગત ફૂડ બિઝનેસ ઓપરેટર જાતે જ પોતાની પેઢીની સેનીટેશન અને હાઇજીન અંગે મૂલ્યાંકન કરી શકશે અને હ્લજીજીછૈં દ્વારા તે સંદર્ભે ગુણવત્તા આધારે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
રાજ્યમાં દૂધની ગુણવત્તા પર દેખરેખ માટે ‘વેરિફાઈડ મિલ્ક વેન્ડર્સ’ સ્કીમ

Recent Comments