ભારતનો બીજા દાવમાં જોરદાર ધબડકો

ભારતે બીજા દાવમાં આઠ વિકેટ ૨૨૭ રન બનાવ્યા  ન્યૂઝીલેન્ડ ઉપર ૩૩૯ રનની લીડ અને બે વિકેટ હાથમાં

કોલક્તા, તા.૨

કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે આજે તેના બીજા દાવમાં આઠ વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા. ભારત હવે ન્યુઝીલેન્ડ ઉપર ૩૩૯ રનની લીડ ધરાવે છે અને તેની બે વિકેટ હાથમાં છે તે જોતા આ ટેસ્ટ મેચ હવે અતિ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. બંને ટીમોને જીતવાની તક રહેલી છે. કારણ કે મેચમાં હજુ બે દિવસ બાકી છે. આજે રમત બંધ રહી ત્યારે ભારત તરફથી સહા ૩૯ અને ભુવનેશ્વર આઠ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડ તરફથી હેનરી અને સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. રોહિત શર્માના ૮૨ રનની મદદથી ભારતે સારી લીડ મેળવવામાં સફળતા મેળવી હતી. ભારતનો જોરદાર ધબડકો એક વખતે થઇ ગયો હતો અને મુશ્કેલીમાં સ્થિતિ દેખાઈ રહી હતી. કારણ કે છ વિકેટ ૧૦૬ રનમાં પડી ગઈ હતી. તમામ ટોચના બેટ્‌સમેનો આઉટ થઇ ચુક્યા હતા પરંતુ રોહિત શર્મા અને સહાએ બાજી સંભાળી લીધી હતી અને બંને સ્કોરને ૧૦૬થી લઇને ૨૦૯ સુધી લઇ ગયા હતા. બંને વચ્ચે સાતમી વિકેટની ભાગીદારીમાં ૧૦૩ રન થયા હતા જે આ ટેસ્ટ મેચમાં નિર્ણાયક પણ બની શકે છે. ભારત કોલકાતા ટેસ્ટ જીતીને શ્રેણી જીતવા તૈયાર છે જ્યારે ન્યુઝીલેન્ડ આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણી બરોબર કરવા અને શ્રેણીને જીવંત રાખવાના પ્રયાસ કરી શકે છે. અગાઉ ગઇકાલે બીજા દિવસે વરસાદ અને ખરાબ હવામાનના કારણે રમત બગડી હતી. બીજા દિવસે ભારતના પ્રથમ દાવમાં ૩૧૬ રન ઓલઆઉટના જવાબમાં ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં સાત વિકેટે ૧૨૮ રન કર્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વરના તરખાટ સામે પ્રવાસી ટીમના બેટ્‌સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. ભુવનેશ્વરે ૩૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગઇકાલે વરસાદના કારણે ખૂબ ઓછી રમત ન્યૂઝીલેન્ડની ઈનીંગ્સમાં શક્ય બની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કાનપુર ખાતેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે ૧૯૭ રને જીતી શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. કોલકત્તાના મેદાન પર લાંબા ગાળે મેચ રમાઇ રહી છે. છેલ્લે આ મેદાન પર વર્ષ ૨૦૧૩મા મેચ રમાઇ હતી. જેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝપર એક ઇનિગ્સ અને ૫૧ રને જીત મેળવી હતી. વર્ષ ૧૯૩૪થી આ મેદાનમાં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેદાન પર ભારતે હજુ સુધી ૩૯ ટેસ્ટ મેચો રમી છે. જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. જ્યારે નવ ટેસ્ટ મેચમાં હાર થઇ છે. આ મેદાનમાં ૧૯ ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે આ મેદાન ભારત માટે ત્રીજા સથી મોટા અને સફળ મેદાન તરીકે ભારત માટે રહ્યુ છે.  ઇડન ગાર્ડનના ઐતિહાસિક મેદાન ખાતે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ૧૨મી ટેસ્ટ મેચ જીતી શકશે કે કેમ તેની ચર્ચા હાલમાં જોવા મળી રહી છે. કોલકત્તાના મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૩માં રમાઇ હતી. જ્યારે ધોનીના નેતૃત્વમાં ભારતીયે ટીમે વેસ્ટ ઇન્ડિઝ પર એક ઇનિગ્સ અને ૫૧ રને જીત મેળવી હતી. ભારતને છેલ્લે કોલકત્તામાં વર્ષ ૧૯૯૯માં હારનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે પાકિસ્તાન સામે ભારતની ૪૬ રને હાર થઇ હતી.

ભારત પ્રથમ દાવ  ૩૧૬

ન્યૂઝિલેન્ડ પ્રથમ દાવ

ગુપ્ટીલ – બો.કુમાર            ૧૩

લાથમ-એલબી

બો.સામી               ૦૧

નિકોલસ- બો.કુમાર           ૦૧

ટેલર- કો.વિજય

બો.કુમાર              ૩૬

રોન્ચી- એલબી.

બો. જાડેજા           ૩૪

સેન્ટનર- એલબી

બો.કુમાર              ૧૧

વેટલીંગ- એલબી

બો. સામી              ૨૫

હેનરી- બો.કુમાર ૦૦

પટેલ- કો. સામી

બો. અશ્વિન           ૪૭

વાગનર- એલબી

બો. સામી              ૧૦

બોલ્ટ – અણનમ  ૦૬

વધારાના              ૧૯

(૫૩ ઓવરમાં ઓલઆઉટ)

દ્બ૨૦૪

પતન  : ૧-૧૦, ૨-૧૮, ૩-૨૩, ૪-૮૫, ૫-૧૦૪,             ૬-૧૨૨, ૭-૧૨૨, ૮-૧૮૨, ૯-૧૮૭, ૧૦-૨૦૪.

બોલિંગ

કુમાર     ૧૫-૨-૪૮-૫,

સામી      ૧૮-૧-૭૦-૩

જાડેજા                   ૧૨-૪-૪૦-૧

અશ્વિન   ૮-૩-૩૩-૧

ભારત બીજો દાવ

વિજય-કો. ગુપ્ટિલ

બો. હેનરી             ૦૭

ધવન- એલબી

બો. બોલ્ટ              ૧૭

પુજારા- એલબી

બો. હેનરી             ૦૪

કોહલી- એલબી

બો. બોલ્ટ              ૪૫

રહાણે- કો. બોલ્ટ

બો. હેનરી             ૦૧

રોહિત- કો. રોન્ચી

સેન્ટનર ૮૨

અશ્વિન- એલબી

બો. સેન્ટનર         ૦૫

સહા- અણનમ     ૩૯

જાડેજા   કો. નિશામ

બો. સેન્ટનર         ૦૬

કુમાર- અણનમ  ૦૮

વધારાના              ૧૩

(૬૩.૨ ઓવરમાં ૮ વિકેટે)               ૨૨૭

પતન  : ૧-૧૨, ૨-૨૪,         ૩-૩૪, ૪-૪૩, ૫-૯૧,             ૬-૧૦૬, ૭-૨૦૯, ૮-૨૧૫.

બોલિંગ

બોલ્ટ      ૧૪-૫-૨૮-૨

હેનરી     ૧૫.૨-૨-૪૪-૩

વાગનર                ૧૩-૨-૪૩-૦,

પટેલ      ૮-૦-૫૦-૦,

સેન્ટનર                ૧૩-૧-૫૧-૩.