(એજન્સી)      હેબ્રોન, પેલેસ્ટીન,તા.ર૧

પેલેસ્ટીનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલી કબજા હેઠળના વેસ્ટબેન્કમાં થયેલી અથડામણ દરમ્યાન ઈઝરાયેલી દળો દ્વારા કરાયેલા ગોળીબારમાં એક પેલેસ્ટીની સગીરનું મોત નિપજ્યું હતું. મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે વેસ્ટબેન્ક નજીકના  અલ અરૌબ શરણાર્થી કેમ્પમાં થયેલી અથડામણ દરમ્યાન ઈઝરાયેલી જવાને ગોળીબાર કરતા ૧૬ વર્ષીય મુરાદ અબુ ગાઝીની છાતીના ભાગે ગોળી વાગતા તેનું મોત નિપજ્યું  હતું. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અન્ય એક પેલેસ્ટીની સગીરની છાતીના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હેબ્રોનમાં આવેલી અલ અહલી હોસ્પિટલના ડાયરેકટર જનરલ ડૉ. મુસ્તફા તકરૌરીએ જણાવ્યું કે ૧૬ વર્ષીય મુરાદ યુસુફ અબુ ગાઝીની છાતીમાં ગોળી વાગી હતી.

તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવા દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું જ્યારે ૧૭ વર્ષીય સૈફ સલીમ રશ્દીને પણ છાતીના ભાગે ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈઝરાયેલી સૈન્યએ દાવો કર્યો કે તેમણે શરણાર્થી કેમ્પમાં પેલેસ્ટીનીઓ પર હુમલો કર્યો કારણ કે તેમણે સૈન્યના વાહન પર મોલોટોવ કોકટેલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ઈઝરાયેલી દળે દાવો કર્યો કે રાઈટસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં વીડિયોના  પુરાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં ઈઝરાયેલી દળે ૧૭ વર્ષીય કુસય હસન અલ ઉમરની છાતીમાં સતત ત્રણ વખત ગોળી મારી અને તેને રાઈટ્‌સ ગ્રુપે ગેરકાયદેસર અને અન્યાયપૂર્ણ હત્યાનું નામ આપ્યું હતું. ઈઝરાયેલી લશ્કરે દાવો કર્યો કે અલ ઉમરે સેંકડો પેલેસ્ટીની યુવકોમાંથી મુખ્ય ઉશ્કેરનારી વ્યક્તિ હતી જે ઈઝરાયેલી બોર્ડર પોલીસ પર પથ્થરમારો કરી રહી હતી અને તેમના પર મોલોટોવ કોકટેલ ફેંકી રહી હતી. આ અંગે ઈઝરાયેલી એનજીઓ બીત્સલેમે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે અલ ઉમર પર ગોળીબાર કરવાનું કારણ મોલોટોવ કોકટેલ ફેંકવાનંુ ન હતું પરંતુ ફક્ત ડઝન જેટલા યુવાનો વચ્ચે થયેલી અથડામણ હતી. સગીરાનું મોત થયું તેના થોડા સમય પહેલા તેઓ શાંત હતા. ગ્રુપની તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે સગીરાનું મોત થયું  ત્યારે તે સુરક્ષા દળથી આશરે ૮૦થી ૧૦૦ મીટરના અંતરે હતી. પેલેસ્ટીનનું કાયદેસરનું એનજીઓ બાદીલે સમીક્ષા કરી કે જવાનો પર તેણે પથ્થર ફેંકયા હોય કે નહીં, તે ૧૦૦ મીટરના અંતરેથી સુરક્ષિત ઈઝરાયેલી બોર્ડર પોલીસ માટે ઘાતક ખતરો ન બની શકે. પરંતુ તેની વિરુદ્ધ શસ્ત્રોનો ઉપયોગ કરવો અયોગ્ય છે. ર૦૧૭ની શરૂઆતથી ઈઝરાયેલી દળો દ્વારા મારવામાં આવ્યા હોય તેવા લોકોમાં અબુ ગાઢી ૧૩મો પેલેસ્ટીની હતો.