(એજન્સી) દિસપુર, તા.ર૮
આસામ સરકાર બે ઓક્ટોબરના રોજ એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. જેનાથી પોતાના પર નિર્ભર માતા-પિતા અને શારીરિક રીતે અશક્ત ભાઈ-બહેનની દેખરેખ ન કરનારા કર્મચારીઓના પગારમાંથી પૈસા કપાઈ જશે. નાણામંત્રી હેમંત વિશ્વ સરમાએે આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે, આ પ્રકારનો કાયદો લાવનાર આસામ દેશનું પ્રથમ રાજ્ય હશે. આ અંગે મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરમાએ જણાવ્યું કે, નિયમો અંતર્ગત જો કોઈ સંતાન સરકારી કર્મચારી તેના પર નિર્ભર માતા-પિતાની દેખરેખ નથી કરતું તો તેના પગારનો ૧૦% ભાગ કાપી તે રકમ તેના માતા-પિતાના ખાતામાં જમા કરાશે. દિવ્યાંગ ભાઈ-બહેન હોવાની સ્થિતિમાં પગારમાંથી ૧પ% ભાગ કાપી લેવામાં આવશે.