લંડન, તા.રપ
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી નેટવેસ્ટ ટી-ર૦માં વોર્સશાયરના રોસ વેટલીએ ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી રેકોર્ડ બનાવ્યો છે. ૬ બોલમાં ૬ સિક્સરનો રેકોર્ડ ટી-ર૦માં યુવરાજસિંહ અને વન-ડેમાં હર્શલ ગીબ્સના નામે છે. વેટલીએ યોર્કશાયરના કાર્વરની ઓવરમાં આ સિદ્ધી મેળવી. કાર્વરે ઓવરમાં એક નો બોલ પણ ફેંક્યો જેના કારણે ઓવરમાં ૩૭ રન બન્યા. રોસ વેટલીએ ર૬ બોલમાં આક્રમક ૬પ રનની ઈનિંગ રમી. તેમ છતાં તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો નહીં. યોર્કશાયરે ડેવિડ વેલીના સ્ફોટક ૧૧૮ રનની મદદથી ર૦ ઓવરમાં ૬ વિકેટે ર૩૩ રન કર્યા હતા. તેના જવાબમાં વોસેસ્ટશાયર સાત વિકેટે ૧૯૬ રન બનાવી શક્યું. ક્રિકેટમાંં આવો રેકોર્ડ બનાવનાર રોસ વેટલી વિશ્વનો છઠ્ઠો બેટસમેન છે અને ટી-ર૦માં તેના સિવાય યુવરાજ અને એલેક્સ હેલ્સે આ સિદ્ધિ મેળવી છે.