ભાવનગર, તા.ર૮
ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારની મહિલા અને બાળકલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને સર.ટી.હોસ્પિટલને લગતા ગરીબ દર્દીઓના લોકપ્રશ્નો અંગેની એક બેઠક યોજાઈ હતી. તેમજ ‘મારી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ’’ નવા વર્ષથી સર તખ્તસિંહજી હોસ્પિટલ (સર.ટી. હોસ્પિટલ) બનવા જઈ રહી છે. જે અંગેના સ્માર્ટ હોસ્પિટલના વિવિધ કામોની કામગીરીનું મંત્રી વિભાવરીબેન દવે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વિવિધ સેવાઓમાં સ્માર્ટ પેપર વિન્ડો બનશે જ્યાં હવે બધાએ લાઈનમાં ઊભા રહી કેસ પેપર કઢાવવા નહીં પડે પણ જેમ કોર્પોરેટ હોસ્પિટલોમાં હોય છે તેમ કેસ કઢાવવા માટે આવતા લોકોને ટોકન અપાશે. ખુરશી પર આરામથી બેસીને ટોકન નંબર આવે ત્યારે ટોકન નંબરની બારીની સંખ્યામાં પણ હવે વધારો કરવામાં આવેલ છે.
‘‘મારી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ’’ નવા વર્ષથી સર ટી.હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ બનશે. જેમાં અનેક વિવિધ સરકારી સેવાઓ ગરીબ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેમાં સ્માર્ટ કેસ પેપર બારી, દર્દી મિત્ર/પેશન્ટ ગાઈડ/દર્દી સહાયક’’ જે લોકો આવનાર દર્દીને કામમાં મદદરૂપ બનશે. ‘ઓનલાઈન રિપોર્ટ જેમાં લેબ, એક્સ-રે કોઈપણ તપાસનો રિપોર્ટ ઓનલાઈન મળશે. ડોકટરના વિભાગમાં કોમ્પ્યુટર પર અને ડોક્ટરના મોબાઈલ નંબર પર ઈ-મેઈલથી મોકલી આપવામાં આવશે. ‘‘અદ્યતન બ્લડ કલેકડર સેન્ટર વિસ્તૃતિકરણ’’ ડાયાબિટીસ ટેસ્ટ ફ્રી દરેકને માટે ડાયાબિટીસ હાઈપરટેન્શનનું સ્પેશિયલ ક્લિનીક ઓ.પી.ડી. રૂમ નં.૬૪માં શરૂ કરવામાં આવેલ છે. જેનીરીક સ્ટોર હોસ્પિટલની મધ્યમાં નવા બિલ્ડિંગની સામે શરૂ કરવામાં આવેલ છે.