(સંવાદદાતા દ્વારા)
ભાવનગર,તા.રપ
ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે ર૩મીએ મતદાનના દિવસે હિલડ્રાઈવ સ્થિત મતદાન મથક ર૧૮ના રૂમ નંબર ૧૦માં મત આપવા ગયા ત્યારે પોતે લાઈનમાં ઉભા રહી વી ફોર વિક્ટરીની નિશાની દર્શાવી “મોદી હૈ તો મુમકીન હૈ” જેવા નારા લગાવતા વિવાદ થયો હતો અને ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો. આથી કોંગ્રેસના કાર્યાલય મંત્રીએ વિભારીબેને મતદાન સંકુલમાં જ સૂત્રો પોકારી આચારસંહિતા ભંગ કર્યાની ફરિયાદ ચૂંટણી અધિકાી સમક્ષ કરી સાથે પુરાવા રૂપે વીડિયો પણ આપ્યો હતો. તંત્રની તપાસમાં આ ફરિયાદમાં તથ્ય નીકળતા ચૂંટણી ફલાઈંગ ટીમ-રના અધિકારી કે.એન. શાહે ભાવનગરના એ-ડિવિઝન પોલીસ મથકમાં ર૩મીની રાત્રે મંત્રી વિભાવરીબેને લોક પ્રતિનિધિત્વ ધારો ૧૯પ૧ની કલમ ૧૩પ/એ ની જોગવાઈનો ભંગ કર્યાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કોર્ટમાં કેસ રીફર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ મંત્રીની આ પ્રકારની હરકતથી રાજ્યભરમાં આશ્ચર્ય સાથે ચર્ચા પણ ઉઠી હતી.