(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૯
ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલ વૈભવ સોસાયટીમાં વહેલી સવારે એક યુવાન શંકા સ્પદ હાલતમાં ફરતાં તેને લોકોએ જોતા ચોર સમજીને શિયાળામાં ઢાળી નાંખતો વીડિયો વાયરલ થયો છે.
આજે ભરૂચના ઝાડેશ્વરના વૈભવ સોસાયટીમાં વહેલીસવારે એક યુવાન શંકાસ્પદ હાલતમાં જોવાતા કેટલાક લોકોને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને પકડીને લોખંડની જાળી સાથે બાંધીને માર મારવાનું શરૂ કર્યું હતું. યુવાન બોલે તે પહેલા જ તેને લોકોએ ચંપલ અને પ્લાસ્ટિકના પાઈપથી મારવાનું શરૂ કર્યું હતું. જોકે તેને અધ્ધમુઓ કરી નાંખ્યો હતો. આ યુવાનને લોકો મારી રહ્યા હતા. ત્યારે તેનો વીડિયો બનાવી લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાંખ્યો હતો. જોકે સી-ડિવિઝન પોલીસ મથકને સોંપતા પોલીસ કાર્યવાહી કરવાની તજવીજમાં છે.