અમદાવાદ, તા.૧૪
અમદાવાદમાં યુવતીઓના વીડિયો ઉતારવા બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને છરી ઘા મારતા માહોલ ગરમાયો હતો. ઘટનાને પગલે ઘાયલોને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગત પ્રમાણે અમદાવાદ શહેર બહેરામપુરામાં આવેલી ગુલાબનબીની ચાલીમાં ધાબા પર યુવતીઓ પતંગ ચગાવી રહી હતી. સાથે જ ડીજેના તાલે ગરબે રમી રહી હતી. આ દરમિયાન કેટલાક યુવકો ડાંસ કરી રહેલી યુવતીઓના મોબાઇલમાં વીડિયો બનાવી રહ્યાં હતા. જેઓને અન્ય ત્રણ યુવકો ટપારતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બોલાચાલી બાદ ત્રણ યુવકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા.
તો સમગ્ર ઘટનામાં ત્રણ યુવકો ઘાયલ થયા છે, જેઓને વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે પ્રાથમિક વિગતો નોંધી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.