સુરત,તા.૧૧
સુરતમાં ગત રવિરારે એમ્બ્રોઈડરીનાં કારીગરો રજાની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા આ કારીગરો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. દરમિયાન સરથાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ દ્વારા હડતાળ કરી રહેલા કારીગરો પૈકી એક યુવાનને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પીઆઈને ગત ૧૫ ઓગષ્ટનાં રોજ પોલીસમાં ઉત્તમ કારીગીરી કરવા બદલ પોલીસ સન્માન પ્રાપ્ત થયું હતું.
આ વીડિયોમાં સરથાણા પોલીસ સ્ટેશનના પી આઈ એન ડી ચૌધરી કામદારોને જાહેરમાં માર મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે. જેમાં પીઆઈ એન.ડી. ચૌધરી કામદારોને એવી રીતે માર મારી રહ્યા છે જાણે એક રીઢો આરોપી હોય.
રવિવારે આખા દિવસ દરમિયાન પોલીસે એબ્રોઈડરીનાં કારીગરો ઉપર દમન ગુજાર્યું હોવાનું અને હડતાળ કરી રહેલા કારીગરોને માર મારવામાં આવ્યો હવોના વીડિયો અગાઉ પણ સામે આવ્યા હતા.