નડિયાદ,તા.૧ર
માતરના ભાજપના ધારાસભ્ય અને લવાલના સરપંચ વચ્ચે સામાન્ય બાબતે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો વાયરલ થતા આજે જિલ્લામાં આ અંગે ચર્ચા ચાલી છે. આ બાબતે લવાલના સરપંચ માતર પોલીસમાં ધારાસભ્યની વિરૂધ્ધ અરજી આપી હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માતરના ભાજપના ધારાસભ્ય અને વસો તાલુકાના લવાલના સરપંચ મહિપતસિંહ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી રસ્તાની ગ્રાન્ટ બાબતે વિવાદ ચાલે છે. બે દિવસ અગાઉ માતર તાલુકાના માછીવેલના સરપંચ સાથે ગામના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડો ધારાસભ્યના કારણે થયો હોવાની વાત લવાલના સરપંચ મહિપતસિંહે કરતા ધારાસભ્ય સાથે લવાલ ગામે જતા ધારાસભ્ય અને સરપંચ મહિપતસિંહ વચ્ચે તું તું મેં મે થઈ હતી. અને ઝપાઝપી થઈ હતી. આ લવાલ બાદ સરપંચે માતર પોલીસમાં અરજી આપી છે. વિકાસની ગ્રાન્ટ મુદ્દે સરપંચ અને ધારાસભ્ય વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો થયો છે જો કે પોલીસ ધારાસભ્ય સામે કાર્યવાહી હાથ ધરે તેવી માગ છે.
આ અંગે મહિપતસિંહે તા.૧ર નવેમ્બરના રોજ માતર પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે લવાલ ગામના ભાગોળે માતરના ધારાસભ્ય કેસરીસિંહ મારી ફેટ પકડીને મારી સાથે મારામારી કરી હતી. હું તેને જાનથી મારી નાખીશ એવું બોલીને ત્રણથી ચાર ધક્કા માર્યા હતા. આ ધારાસભ્ય માથા ભારે હોવાથી તેમની ધરપકડ કરવામાં આવે. તેમને મને એવી પણ ધમકી આપી હતી કે પોલીસને જાણ કરીશ તો તારા પર ઉધો કેસ કરશે.