(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
દિલ્હીમાં નવા બનેલા સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને ઉત્પાત મચાવ્યો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અનેક કિન્નરો અશ્લિલ હરકતો કરતા જોવા મળી રહ્યાં છે અને ગાળો પણ બોલી રહ્યાં છે. જેના પગલે સિગ્નેચર બ્રિજ પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો. હાલ આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે સાર્વજનિક સ્થળ પર અશ્લિલ હરકતનો કેસ દાખલ કર્યો છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સાર્વજનિક સ્થાન પર અશ્લિલ હરકત કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે પોલીસે સિગ્નેચર બ્રિજ પર સુરક્ષા કડક કરી દીધી છે. આ અગાઉ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે પુલ પર પોલીસની હાજરી પૂરતી સંખ્યામાં નથી. ઘટનાના કથિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિન્નરો સિગ્નેચર બ્રિજ પર કપડાં ઉતારી રહ્યાં છે અને ડાન્સ કરે છે. અનેક વાહનચાલકો તેમને જોવામાં મશગુલ છે. અધિકારીએ કહ્યું કે પોલીસ કથિત ઘટનાની સટીક તારીખની જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે. સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન બાદ જ તે ઘૂમવા ફરવા માટે લોકપ્રિય જગ્યા બની ગઈ છે.
મળતી માહિતી મુજબ આરોપી કિન્નરો દ્વિચક્કી વાહનો પર સવાર થઈને સિગ્નેચર બ્રિજ પર પહોંચ્યા હતાં. આ દરમિયાન પહેલા તો કિન્નરોએ તેમની સેલ્ફી લીધી અને ત્યારબાદ કપડાં ઉતારીને અશ્લિલ હરકતો કરવા લાગ્યા હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક કિન્નરે જ બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીાઈરલ વીડિયોમાં કિન્નર અશ્લિલ હરકતો કરતા અને ગાળો બોલતા જોવા મળી રહ્યાં છે.