(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૧
પીટર્સબર્ગની એક સ્કૂલમાં હિજાબ પહેરેલી મુસ્લિમ વિદ્યાર્થિની પર સહઅધ્યાયીઓએ હુમલો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શાળાના બાથરૂમમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
અન્ય એક વિદ્યાર્થી દ્વારા આ ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જેમાં બે વિદ્યાર્થિનીઓ કોઈ મુદ્દે મુસ્લિમ વિદ્યાર્થીની સાથે દલીલ કરી રહ્યા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ઘટના તુરંત મારામારીમાં પરિણમી હતી. અન્ય વિદ્યાર્થિનીઓએ મુસ્લિમ વિદ્યાર્થિનીને ધક્કો મારી પાડી દીધી હતી અને તેને ફેંટો મારી હતી.
આ ઝઘડો ક્યા કારણે થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. અહેવાલ મુજબ પીડિત વિદ્યાર્થિની સીરિયન રેફ્યુજી કેમ્પમાં બે વર્ષ વિતાવ્યા બાદ અમેરિકા પહોંચી હતી. ધ કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેસન્સે આ ઘટનાની તપાસની માંગ કરી હતી.