(એજન્સી) બોલ્ટીમોર, તા.૩૦
સોશિયલ મીડિયા પર ફરી રહેલા બોલ્ટિમોર પોલીસ વિભાગના વીડિયોમાં બે કિશોર અને એક કિશોરી દ્વારા ૫૯ વર્ષીય મુસ્લિમને ક્રૂર રીતે માર મારતા બતાવવામાં આવ્યા છે. આ મુસ્લિમ એક કર્મચારી છે. ૫૦ સેકન્ડના આ વીડિયોમાં ત્રણે જણા વૃદ્ધ મુસ્લિમ સાથે વાત કરીને તેમના પર વારંવાર હુમલા કરી રહ્યા છે. ત્રણે હુમલાખોરો વૃદ્ધને પેટ પર લાતો મારી રહ્યા છે, વૃદ્ધ નીચે પડીગયા છે અને ઉભા થવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્રણે હુમલાખોરો તેમના પર તૂટી પડે છે અને તેમના માથા પરથી ટોપી ખેંચીને ઉછાળતા વીડિયોમાં બતાવવામાં આવ્યા છે. પહેલા તો હુમલાખોરો પાછળથી તેમના માથામાં ઘા કરે છે, વૃદ્ધ નીચે પડી જાય છે ત્યાર પછી તેઓ બેઠા થવાનો પ્રયાસ કરે ત્યારે તેમના પેટ અને છાતીના ભાગે લાતો મારવામાં આવે છે. વૃદ્ધના ખભા પર પણ હુમલાખોરો દ્વારા લાતો મારવામાં આવે છે. અંતે હુમલાખોરો તેમની સ્કૂટર મૂકીને ભાગી જાય છે. બોલ્ટિમોર પોલીસ લૂટની આ ઘટનાની તપાસ કરી રહી છે. હુમલાખોરો પીડિતનું વાહન પણ લઇ ગયા હોવાનું માનવામાં આવે છે. કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (સીએઆઇઆર)એ બાલ્ટિમોર પોલીસને પક્ષપાત પ્રેરિત ગુનો હોવાનું નહીં નકારી કાઢવાની અરજ કરી છે. એફબીઆઇ દ્વારા આ કિાશોરોને ઓળખી પાડવા માટે ૫,૦૦૦ ડોલરના ઇનામની જાહેરાત કરી છે. બાલ્ટિમોર પોલીસે ટિ્‌વટર પર જણાવ્યું કે પોલીસ એફબીઆઇ, એટીએફ અને મેટ્રોક્રાઇમ સ્ટોપર્સ સાથે સંયુક્ત રીતે કામ કરી રહી છે અને હુમલાખોરો વિશે માહિતી આપનારને ૩૨,૦૦૦ ડોલરની સંયુક્ત રીતે ઓફર કરવામાં આવી છે.