(એજન્સી) તા.ર૧
વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે તેણે ૪ર ભારતીય દૂતાવાસોમાં પાસપોર્ટ ઈશ્યુ કરતી સીસ્ટમને પાસપોર્ટ સેવા પ્રોજેકટ (પીએસપી) સાથે સંકલિત કરી દીધી છે આથી લોકો વિદેશમાં બેઠા બેઠા પાસપોર્ટ માટેની અરજી કરી શકશે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા રાજયકક્ષાના વિદેશમંત્રી વી.મુરલીધરને કહ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાન્સ, ઈટાલી, કુવૈત, મલેશિયા, ન્યુઝીલેન્ડ, યુએઈ, યુ.કે., અમેરિકા તેમજ અન્ય કેટલાક દેશોમાં આ સંકલન સાધવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મંત્રાલય તેના બધા દૂતાવાસોને પીએસપી સાથે જોડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે લોકો વિદેશમાં સ્થિત એલચી કચેરીઓ મારફતે નવા પાસપોર્ટની અરજી કરી શકે તેમજ પાસપોર્ટ રિન્યુ કરાવી શકે તે માટે વિદેશ મંત્રાલયે ૪ર ભારતીય દૂતાવાસોને પીએસપી સાથે સંકલિત કર્યા છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં મુરલીધરને કહ્યું હતું કે હાલમાં ૧૬ દેશો ભારતીય પાસપોર્ટ ધરાવનારાઓને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપે છે અને ૩૮ દેશો આગમનના સમયે વીઝા સામે છે જયારે ૩પ દેશો ઈ-વીઝાની સુવિધા પૂરી પાડે છે.